ગુજરાતમાં ગરમી આકરા પાણીએ…હવામાન વિભાગનું આ જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર

Gujarat Heatwave Forecast: ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આગામી 11 એપ્રિલ સુધીના હવામાનની જાણકારી આપવામાં આવી છે. ત્યારે આજનો દિવસ કચ્છ (Gujarat Heatwave Forecast) માટે ખૂબ જ ગરમ રહેવાનો છે, કારણ કે અહીં આગામી બે દિવસ હીટવેવને લઈને રેડ એલર્ટને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે જ મોરબી-રાજકોટમાં ઓરેન્જ એલર્ટ જ્યારે 6 જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જાણો આગામી 11 એપ્રિલ સુધીનું હવામાન.

કચ્છમાં હીટવેવને લઈને રેડ એલર્ટ
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આજે 06 એપ્રિલના રોજ કચ્છમાં હીટવેવને લઈને રેડ એલર્ટ, મોરબી અને રાજકોટમાં ઓરેન્જ એલર્ટ જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, જૂનાગઢ અને પોરબંદરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

દરિયાકાંઠાના જિલ્લાઓમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, 07 એપ્રિલના રોજ કચ્છમાં હીટવેવને લઈને રેડ એલર્ટ, મોરબી અને રાજકોટમાં ઓરેન્જ એલર્ટ જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, જૂનાગઢ અને પોરબંદરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. દરિયાકાંઠાના જિલ્લાઓમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેશે.

મહેસાણા, ગાંધીનગર અને સાબરકાંઠામાં યલો એલર્ટ
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, 08 એપ્રિલના રોજ કચ્છમાં હીટવેવને લઈને ઓરેન્જ એલર્ટ, મોરબી, રાજકોટ, જૂનાગઢ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર અને સાબરકાંઠામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. દરિયાકાંઠાના જિલ્લાઓમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેશે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, 09 એપ્રિલના રોજ કચ્છમાં હીટવેવને લઈને ઓરેન્જ એલર્ટ, મોરબી, રાજકોટ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર અને સાબરકાંઠામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. દરિયાકાંઠાના જિલ્લાઓમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, 10 અને 11 એપ્રિલના રોજ સમગ્ર રાજ્યમાં હવામાન સામાન્ય રહેશે.