માર્ચના બીજા સપ્તાહમાં વધશે ગરમીનો પ્રકોપ: ઉ.ગુજરાતમાં સૌથી વધુ ગરમી પડવાની સંભાવના

Gujarat Heatwave Forecast: રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે જેમાં દિવસે ગરમી અને રાતે ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે હવામાન નિષ્ણાત (Gujarat Heatwave Forecast) અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, આગામી ત્રણ દિવસ પછી રાજ્યમાં 41 ડિગ્રી જેટલું તાપમાન નોંધાશે.આ સાથે જ હવામાન વિભાગે જણાવ્યું હતું કે માર્ચના બીજા સપ્તાહથી ગરમી પ્રકોપ વરસવાનો છે આ સાથે જ લૂ પણ ઝરવાની છે.

6 થી 15 દિવસ સુધી હિટવેવની અસર
આગામી 5 દિવસમાં ગરમીમાંથી આંશિક રાહત મળી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે વાતાવરણમાં ઠંડક અનુભવાઈ શકે છે. આ દરમિયાન પવનની દિશા ઉત્તર પશ્ચિમથી ઉત્તરની થશે જેથી ઠંડા પવન ફૂંકાશે.આ સાથે જ હવામાન વિભાગે જણાવ્યું છે કે, માર્ચના બીજા સપ્તાહથી ગરમી પ્રકોપ વરસવાનો છે. જ્યારે ગરમી પ્રકોપ વચ્ચે 6 થી 15 દિવસ સુધી હિટવેવની અસર રહેવાની છે.

અંબાલાલ પટેલે આપી આગાહી
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે, આગામી સમયમાં બુધ અને શુક્ર મીન રાશિમાં હોવાથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હિમવર્ષા થઈ શકે છે. જેને લીધે આગામી 7 માર્ચથઈ વાતાવરણમાં ગરમી વધશે. આ દરમિયાન ઉત્તર ગુજરાતમાં 34 ડિગ્રી તાપમાન, મધ્ય ગુજરાતમાં પારો 41, કચ્છમાં 40 ડિગ્રી અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં 40થી 46 ડિગ્રી જેટલું થઈ શકે છે.

તો આગામી 8થી 12 માર્ચ સુધી રાજ્યમાં પશ્ચિમી વિક્ષોભને લીધે વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. તો 29 માર્ચે સૂર્ય, ચંદ્ર અને શનિનો યોગ થતાં મહત્ત્મ તાપમાન 42 ડિગ્રીથી વધુ થઈ શકે છે. આ પછી આગામી 26મી એપ્રિલે તાપમાન 45 ડિગ્રી જેટલું નોંધાઈ શકે છે.