ગુજરાત હાઈકોર્ટનો મોટો આદેશ: માત્ર ત્રણ વખત હેલ્મેટ વિના પકડાયા તો લાઇસન્સ થશે સસ્પેન્ડ, જાણો વિગતે

Gujarat Traffic Rules: રાજ્યમાં વધતી જતી ટ્રાફિકની સમસ્યાને લઈ આજે હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી હતી અને સાથે જ સરકારને ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા કડક શબ્દોમાં સૂચના પણ આપી હતી. ગુજરાત હાઈકોર્ટમાં આજે ટ્રાફિક સહિતની અનેક સમસ્યાઓ(Gujarat Traffic Rules) મુદ્દે સુનાવણી હાથ ધરાઈ હતી. સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે કેટલીક વિગતો પણ રજૂ કરી હતી. કોર્ટે સરકારને નિર્દેશ આપતા કહ્યું હતું કે, 3 વાર હેલ્મેટ વિના પકડાય તો લાઇસન્સ સસ્પેન્ડ કરી શકાય. ફિઝિકલનાં બદલે ઈ-ચલણ આપવાનું રાખો.

19 દિવસમાં ગેરકાયદેસર પાર્કિંગ બદલ 2100 કેસ નોંધાયા
તેમજ વધુમાં સરકાર પક્ષેથી જણાવવામાં આવ્યું હતું કે, નિયત પોઈન્ટ પર ટ્રાફિક જવાન રાખવા સૂચના આપવામાં આવી છે. 9 ઓગસ્ટના રોજ અમદાવાદ પોલીસ કમિશનર અને જોઈન્ટ પોલીસ કમિશનર સાથે ચીફ સેક્રેટરી દ્વારા બેઠક યોજવામાં આવી હતી.

21 ઓગસ્ટના રોજ ચીફ સેક્રેટરી દ્વારા હોમ સેક્રેટરી, પોલીસ કમિશનર અમદાવાદ સહિતના અધિકારીઓ સાથે રિવ્યૂ બેઠક કરવામાં આવી હતી. ટ્રાફિક પોલીસ અમદાવાદ દ્વારા 1 થી 19 ઓગસ્ટ સુધીમાં 41401 કેસ નોંધાયા છે. 1 થી 19 ઓગસ્ટ સુધીમાં ગેરકાયદેસર પાર્કિંગ બદલ 2100 કેસ નોંધાયા છે. ટ્રાફિક વિભાગના ફિલ્ડ અધિકારીઓ દ્વારા હેલ્મેટ ન પહેરનાર વાહનચાલકોને પણ જાગૃત કરાઈ રહ્યાં છે.

3 વખત હેલ્મેટ વિના પકડાયા તો લાઇસન્સ સસ્પેન્ડ!
રાજ્ય સરકારનાં રિપોર્ટ પર હાઈકોર્ટે કહ્યું કે, કોઈ વ્યક્તિ 3 વખત હેલ્મેટ વિના પકડાઈ તો નિયમ પ્રમાણે લાઇસન્સ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરી શકાય છે. 3 વખત ટ્રાફિક નિયમનાં ઉલ્લંઘન બાદ વાહનચાલકનું ડ્રાઇવિંગ લાઇસન્સ ચોક્કસ દિવસ માટે સસ્પેન્ડ કરવા અંગે હાઈકોર્ટે સરકારને સૂચન કર્યું હતું. કોર્ટે કહ્યું કે, ફિઝિકલનાં બદલે ઈ-ચલણ આપવા જોઈએ. ટ્રાફિક પોલીસમાં ખાલી જગ્યાઓ છે એવા સમયે તમારે ટેક્નોલોજીનો ઉપયોગ કરવો જોઈએ. અમને હજૂ પણ હેલ્મેટ મુદ્દે કોઈ જાગૃતતા જોવા નથી મળી રહીં. હાઈકોર્ટે ઉદાહરણ આપતા કહ્યું કે, દિલ્લી અને દેહરાદૂનમાં કોઈ પણ વ્યક્તિ હેલ્મેટ વિના જોવા મળતી નથી.

દંડ કરવા મુદ્દે હાઈકોર્ટનું સૂચન
દંડ કરવા મુદ્દે હાઈકોર્ટ દ્વારા સૂચન કરવામાં આવ્યું હતું કે, ટ્રાફિક પોલીસ દ્વારા નિયમ તોડનાર વાહન ચાલકને હાર્ડ કોપી ચલણ આપવામાં આવે છે, જેની જગ્યાએ ઈ-ચલણ આપવું જોઈએ. ટ્રાફિક પોલીસમાં ખાલી જગ્યાઓ હોય ત્યાં ટેક્નોલોજીનો ઉપયોગ કરવો જોઈએ. હાઈકોર્ટ દ્વારા ટ્રાફિક પોલીસને ઈ ચલણ શરૂ કરવા નિર્દેશ કરવામાં આવ્યો છે. અમને હજૂ પણ હેલ્મેટ મુદ્દે કોઈ જાગૃતતા જોવા મળી રહી નથી. દિલ્હી અને દેહરાદૂનમાં કોઈ પણ વ્યક્તિ હેલ્મેટ વિના જોવા નથી મળતુ. પોલીસ વિભાગમાં ખાલી જગ્યાઓ મુદ્દે હાઈકોર્ટે વિગતો માગી છે. પોલીસ વિભાગમાં ખાલી જગ્યાઓ હોય તો ભરતીના રોડ મેપ સાથે વિગત આપવા જણાવાયું છે.

  • ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો:  Trishul News Gujarati
  • નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
  • વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
  • યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
  • એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App  આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App