Big decision regarding the E-memo case: ગુજરાતમાં વધુ 20 ઈ-ટ્રાફિક કોર્ટ શરૂ કરવાનો નિર્ણય હાઈકોર્ટ દ્વારા લેવામાં આવી રહ્યો છે. રાજ્યના નવસારી, પંચમહાલ, ભાવનગર, દાહોદ, પોરબંદર, તાપી, અમરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને જૂનાગઢમાં ઈ-ટ્રાફિક કોર્ટ શરૂ કરવામાં આવશે. ઈ-ટ્રાફિક કોર્ટ શરૂ(Big decision regarding the E-memo case) થયા બાદ અરજદારોને પોલીસ સ્ટેશન સુધી ધક્કા નહીં ખાવા પડે.
હવે દંડ ભરવા લાઈનમાં ઉભા રહેવું પડશે નહીં
મળતી માહિતી અનુસાર ટ્રાફિકના નિયમ બદલ ફટકારવામાં આવેલો દંડ ભરવા હવે લાઈનમાં ઉભા રહેવું નહી પડે. ચાલકો ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, UPI, નેટ બેન્કિંગ વગેરે માધ્યમોથી દંડ ભરી શકે છે. તો આ કોર્ટ શરૂ થયા બાદ કેસનું પેન્ડિંગ પણ ઘટશે. આ માટે હાઇકોર્ટના IT સેલ દ્વારા જે-તે કોર્ટના સર્વરમાં મેમોની વિગતો મોકલી અપાશે.
ટ્રાફિક કોર્ટ વાહન માલિકોને નોટિસ મોકલશે
જો વાહનચાલકો 90 દિવસમાં ઈ-ચલાન દંડ ન ભરે તો 90 દિવસ પછી આપમેળે વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટના સર્વર પર ઈ-મેમો મોકલી દેવામાં આવશે.જે પછી વાહન માલિકોને ફોન SMS દ્વારા નોટિસ મોકલવામાં આવશે. આ SMSમાં દંડ ઓનલાઈન ભરવાની લિંક પણ છે. કોર્ટ શરૂ થતાં જ ઈ-મેમો અને ટ્રાફિક દંડના કેસના અરજદારોને તેમના કેસ નંબર માટે પોલીસ સ્ટેશન અને કોર્ટમાં ઘણા દિવસો સુધી રાહ જોવી પડશે નહીં.
ક્યાં ક્યાં શરૂ કરાશે ઈ-ટ્રાફિક કોર્ટ?
અમદાવાદમાં ધોલેરા, નવસારીના સુબિર, ખેરગામ અને વઘઇ, તાપીના ઉચ્છલ, સાબરકાંઠાના પોશીના, બનાસકાંઠામાં સુઇગામ અને દાંતા, પાટણના શંખેશ્વર, પંચમહાલના જામ્બુઘોડા, ભાવનગરના જેસર, દાહોદના સંજેલી અને ધાનપુર, પોરબંદરના કુતિયાણા, અમરેલીના લીલીયા, કુંકાવાવ અને ખાંભા, જૂનાગઢના ભેસાણ, ગીર સોમનાથના ગીર ગઢડા, સુરેન્દ્રનગરના લખતર
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube