ગુજરાતનાં અમદાવાદમાં વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ લગભગ તૈયાર થઈ ગયું છે. આ સ્ટેડિયમ 63 એકરમાં બનાવ્યું છે. આ સ્ટેડિયમ બનાવવાનો ખર્ચ લગભગ 700 કરોડ રૂપિયા બતાવવામાં આવી રહ્યો છે. આ સ્ટેડિયમમાં એક લાખ 10 હજાર પ્રેક્ષકો બેસી શકે તેવી ક્ષમતા છે.
ઉલ્લેખનીય છે કે જો બધુ બરાબર રહ્યું તો આવતા વર્ષે માર્ચમાં અહિયાં એશિયા ઈલેવન અને વર્લ્ડ ઈલેવન વચ્ચે પ્રદર્શની મેચ રમવામાં આવવાની શક્યતા છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનાં દિકરા અને વર્તમાન બીસીસીઆઈનાં સચિવ જય શાહે જણાવ્યું કે આ સ્ટેડિયમ એ પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીનું વિઝન છે.
શાહને ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા જણાવવામાં આવ્યું છએ કે સ્ટેડિયમનું કામ પૂર્ણ થઈ ગયું છે. તેથી, બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગુલીએ કહ્યું છે કે તેઓ માર્ચમાં શરૂ થનારી મેચ માટે આઈસીસીની મંજૂરી લેશે. રવિવારે મુંબઈમાં બોર્ડની વાર્ષિક બેઠક બાદ ગાંગુલીએ કહ્યું હતું કે, એશિયા ઇલેવન અને વર્લ્ડ ઇલેવન વચ્ચેની મેચ આઇસીસીની મંજૂરી લીધા બાદ જ સ્ટેડિયમ ખાતે યોજાશે.
ગુજરાત ક્રિકેટ એસોસિએશન આ સ્ટેડિયમની ઓપનીંગ મેચને યાદગાર બનાવવા માંગે છે, તેથી તે વિશ્વના સ્ટાર ક્રિકેટરોને અહીં મેચ રમાડવા માંગે છે.આ નવું સ્ટેડિયમ જુના મોટેરા સ્ટેડિયમના ડિમોલિશન પછી બનાવવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટની કલ્પના ગુજરાત ક્રિકેટ એસોસિએશનના પૂર્વ પ્રમુખ અને ત્યારનાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કરવામાં આવી હતી.
મોદી બાદ ગુજરાત ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ બનનારા અમિત શાહ માટે સ્ટેડિયમ પણ એક સ્વપ્ન પ્રોજેક્ટ રહ્યું છે. સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન નજીક સાબરમતી નદીના કાંઠે 65 એકરમાં બનાવવામાં આવ્યું છે. આ સ્ટેડિયમમાં અગાઉ 54,૦૦૦ દર્શકોની બેસવાની વ્યવસ્થા હતી, પરંતુ હવે નવા સ્ટેડિયમમાં એક લાખ 10 હજાર દર્શકોનો સમાવેશ થઇ શકશે. સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમ ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ કરતા મોટું હશે.
સ્ટેડિયમની ખાસિયતો
વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં ત્રણ પ્રેક્ટિસ મેદાન, ક્લબ હાઉસ, ઓલિમ્પિક કદનો સ્વીમીંગ પૂલ અને ઇન્ડોર ક્રિકેટ એકેડેમી પણ બનાવવામાં આવી છે.સ્ટેડિયમનું માળખું એવું છે કે જ્યારે પણ કોઈ ખેલાડી બાઉન્ડ્રીને ફટકારે ત્યારે સ્ટેડિયમમાં બેઠેલા દરેક ક્રિકેટ પ્રેમી તે બાઉન્ડ્રી જોઈ શકે છે.કાર અને સ્કૂટર પાર્કિંગની સુવિધા આપવામાં આવી છે. જેમાં 4 હજાર કાર અને 10 હજાર ટુ વ્હીલર્સ પાર્ક કરવાની જોગવાઈ છે.પ્રથમ વખત સ્ટેડિયમમાં એલઇડી લાઇટ્સ લગાવવામાં આવશે.આ સિવાય 75 કોર્પોરેટ બોક્સ બનાવવામાં આવ્યા છે.સ્ટેડિયમમાં પ્રવેશ અને બહાર નીકળવાની અલગ વ્યવસ્થા કરવામાં આવી છે.સ્ટેડિયમ નજીક મેટ્રો લાઇન પણ લાવવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.