ચાલુ વરઘોડે વરરાજો બેસી ગયો અનશન પર અને કરી આવી માંગણી….

The groom sits on a fast during baraat, making this demand

Sponsors Ads

ઉત્તરપ્રદેશના મહોબા જિલ્લામાં બેન્ડ વાજા સાથે જતા વરરાજા ભૂખ હડતાલ પર બેસી ગયા હતા. આ નજારો જોઇને જાનૈયાઓ અને રસ્તા પરથી પસાર થતા લોકો ચોંકી ગયા. તમને પણ આ સાંભળીને આશ્ચર્ય થશે, પરંતુ શહેરના અલ્હા ચોક ખાતે મેડિકલ કોલેજની માંગણી સાથે ચાલી રહેલી ભૂખ હડતાલ દરમિયાન જાન રસ્તા પરથી પસાર થતાં વરરાજો ઘોડા પરથી ઉતરી ગયો હતો અને ઉપવાસ પર બેઠેલા લોકો સાથે બેસી ગયો હતો અને મેડિકલ કોલેજને લઈને તેણે અવાજ ઉઠાવ્યો હતો.

Sponsors Ads

શહેરનાં આલ્હા ચોકમાં સત્યમેવ જયતેનાં પ્રદેશ અધ્યક્ષ વિકાસ કુમારનાં નેતૃત્વમાં 10 દિવસથી જીલ્લામાં મેડિકલ કોલેજની માંગને લઈને અનિશ્ચિતકાળના ઉપવાસ ચાલી રહ્યા છે. રવિવારની સાંજે અડધા ડઝન કરતાં વધારે પદાધિકારીઓ અનશન પર બેઠા હતા.


Loading...

ત્યારે ગ્રામ કુરારાથી મહોબા આવેલી જાનમાં સામેલ જાનૈયાઓ બેંડબાજાની ધૂન પર નાચતા જઈ રહ્યા હતા. જેવી વરરાજા અરવિંદની નજર મેડિકલ કોલેજની માંગને લઈને ચાલી રહેલાં અનશનના બેનર તેમજ ઉપવાસીઓ ઉપર પડી તો તે ઘોડા ઉપરથી ઉતરીને ઉપવાસના સ્થળ પર બેસી ગયો હતો.

Sponsors Ads

આ જોઈને ઉપવાસીઓ રાજી થઈ ગયા હતા, તો બીજી તરફ જાનૈયાઓ ચોંકી ગયા હતા. લગભગ 10 મિનિટ સુધી વરરાજો આ સ્થળ પર બેસી રહ્યો હતો અને જાનૈયાઓ આલ્હા ચોક પર એકબાજુ ઉભા રહ્યા હતા. અનશન પર બેઠેલાં વરરાજાને જોઈને દરેક લોકો દંગ રહી ગયા હતા, ચૂંટણી સમયે નવદંપતીને મત આપતા તો સૌ કોઈએ જોયા છે. પરંતુ વરમાળા પહેરેલાં દુલ્હાને અનશન પર બેસેલો જોઈને લોકોની ભીડ એકત્ર થઈ ગઈ હતી. આ દરમ્યાન વરરાજો અને ઉપવાસીઓએ શાસન-પ્રશાસન જીલ્લમાં મેડિકલ કોલેજ ખોલવાની માંગ કરી હતી. બાદમાં વરરાજો અને જાનૈયાઓ સ્થળ માટે રવાના થયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Sponsors Ads
અહી લાઈક બટન પર ક્લિક કરી અમારું પેજ લાઈક કરો. 

અહી ક્લિક કરી અમારી Youtube ચેનલ સબસ્ક્રાઈબ કરો. 
Loading...