Junagadh Kathiawadi Horse: જૂનાગઢના અશ્વપાલક રાજુભાઈ રાડાએ તેમનો 11 વર્ષનો કાઠીયાવાડી બ્રીડનો પૃથ્વીરાજ નામનો અશ્વ બિહારના એક અશ્વપાલકને (Junagadh Kathiawadi Horse) 11.51 લાખ રૂપિયામાં વેચ્યો છે. બિહારના પટનાના અશ્વપાલકે કાઠીયાવાડી બ્રીડના સંવર્ધન માટે આ ખરીદી કરી છે.
આ પ્રજાતિના અશ્વની સંખ્યા ઘટી રહી છે
રાજુભાઈ રાડાના જણાવ્યા અનુસાર, વર્તમાન સમયમાં કાઠીયાવાડી અશ્વની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે. આ અશ્વ 20થી 100 કિલોમીટર સુધીની સ્પર્ધાઓમાં વિજેતા બની ચૂક્યો છે. પૃથ્વીરાજ નામનો આ અશ્વ અનેક સ્પર્ધાઓમાં વિજયી રહ્યો છે.
ઐતિહાસિક રીતે, કાઠીયાવાડી અશ્વ રાજા-મહારાજાઓ અને નવાબો દ્વારા યુદ્ધ અને શોખ માટે પાળવામાં આવતા હતા. જોકે, હવે ગુજરાત અને કાઠીયાવાડમાં આ પ્રજાતિના અશ્વની સંખ્યા ઘટી રહી છે. બીજી તરફ, અન્ય રાજ્યોમાં તેમની માંગ વધી રહી છે.
ખરીદનાર બિહારના અશ્વપાલક પાસે પહેલેથી જ ઘણી ગીર ગાયો અને કાઠીયાવાડી માદા અશ્વો છે. તેઓ આ અશ્વનો ઉપયોગ બ્રીડિંગ માટે કરશે. કાઠીયાવાડી અશ્વ તેમની વિશિષ્ટ રહેણીકરણી અને હાલચાલથી ઓળખાય છે. હાલમાં ઘણા બોલીવુડ અભિનેતાઓ પણ આ પ્રજાતિના અશ્વ ધરાવે છે.
ACએમ્બ્યુલન્સમાં બિહાર મોક્લવવામાં આવ્યો
બિહારના અશ્વપ્રેમીએ આ 11 વર્ષના કાઠિયાવાડી બ્રીડના પૃથ્વીરાજ અશ્વને 11.51 લાખમાં ખરીદી લીધા બાદ હવે તેને ACએમ્બ્યુલન્સમાં બિહાર મોકલાયો છે. આ અશ્વને રસ્તામાં અશ્વને કોઈ તકલીફ ના પડે તે માટે એમ્બ્યુલન્સમાં તમામ સુવિધાઓ ઊભી કરાઈ છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App