Gujarat Metro Bharti 2025: ગુજરાતમાં સારા પગારની નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે નોકરીની સુવર્ણ તક આવી ગઈ છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા આસિસ્ટન્ટ મેનેજર (Gujarat Metro Bharti 2025) પોસ્ટ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. સંસ્થાએ કુલ 4 જગ્યાઓ પર ઉમેદવારો પસંદ કરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
ગુજરાત મેટ્રો ભરતી અંતર્ગત આસિસ્ટન્ટ મેનેજર પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, ભરતી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
ગુજરાત મેટ્રો ભરતી અંગેની મહત્વની માહિતી
સંસ્થા- ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC)
પોસ્ટ- આસિસ્ટન્ટ મેનેજર (ઓપરેશન)
જગ્યા- 4
વય મર્યાદા- 32 વર્ષ
એપ્લિકેશન મોડ- ઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ- 25-3-2025
ક્યાં અરજી કરવી- https://www.gujaratmetrorail.com/
ગુજરાત મેટ્રો ભરતી માટે શૈક્ષણિક લાયકાત
સરકાર માન્ય યુનિવર્સિટી કે સંસ્થામાંથી ઉમેદવારે B.E માં ઇલેક્ટ્રિકલ/ઇલેક્ટ્રોનિક્સ/મિકેનિકલ/કોમ્પ્યુટર સાયન્સ/ITમાં ટેક કરેલું હોવું જોઈએ.
અનુભવ
ઉમેદવારે સમાન ક્ષેત્રમાં ત્રણથી પાંચ વર્ષનો અનુભવ હોવો જોઈએ.
વય મર્યાદા
ગુજરાત મેટ્રો ભરતી અંતર્ગત અરજી કરનાર ઉમેદવારની વય મર્યાદની વાત કરીએ તો ઉમેદવારની મહત્તમ ઉંમર 32 વર્ષ હોવી જોઈએ.
પગાર ધોરણ
ગુજરાત મેટ્રો ભરતી અંતર્ગત પસંદ કરવામાં આવેલા ઉમેદવારોને ₹ 50000-₹160000 પગાર સાથે અન્ય ભથ્થા મળવા પાત્ર રહેશે.
ગુજરાત મેટ્રો ભરતી માટે અરજી કેવી રીતે કરવી
આ ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારોએ ગુજરાત મેટ્રોની વેબસાઈટ https://www.gujaratmetrorail.com/ પર જવુજ્યાં career ઓપ્શન પર ક્લિક કરવુંઅહીં વિવિધ પોસ્ટની ભરતી વિશે માહિતી આપવામાં આવી હશેજે પોસ્ટ માટે અરજી કરવી હોય તેની સામે એપ્લાય નાઉ પર ક્લિક કરવુંઅહીં માંગેલી તમામ વિગતો ધ્યાન પૂર્વક ભરવીજરૂરી દસ્તાવેજો સબમિટ કરવાફાઈનલ સબમીશન બાદ પ્રીન્ટ કાઢી લેવી.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App