ગુજરાતમાં છેલ્લા 1 મહિનાથી ભારેથી-અતિભારે વરસાદ પડી રહ્યો હતો. જોકે, છેલ્લા 7-8 દિવસથી રાજ્યમાં વરસાદ નહીવત પડી રહ્યો છે. ત્યારે ફરી એક વખત ભારેથી-અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં હવામાન વિભાગના નિષ્ણાંત ગણાતા અંબાલાલ પટેલ (ambalal patel) હવામાનને લઈને સતત આગાહી કરતા રહે છે. જોકે, તેની આગાહીઓ મોટા ભાગે સાચી સાબિત થતી હોય છે. આ વખતે પણ અંબાલાલ પટેલે ગુજરાતમાં કઈ તારીખે કયા વિસ્તારમાં વરસાદ થશે તેની આગાહી (Weather Forecast) કરી છે. ગુજરાતમાં આગામી 5 દિવસ હવામાન વિભાગે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી કરી છે.
ગુજરાત હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 5 દિવસ ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના મતે, અમદાવાદ, આણંદ, અરવલ્લી, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહિસાગર, પંચમહાલ, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, જૂનાગઢ, ડાંગ, નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વર્ષે મેઘરાજા દેશના લગભગ દરેક રાજ્યોમાં તો ભારે પૂરની સ્થિતિ સર્જાઈ હતી. ગુજરાતમાં પણ મેઘરાજાની ભરપૂર મહેર જોવા મળી. જોકે હવે ગુજરાતના કેટલાક ભાગમાં નૈઋત્યના ચોમાસાની વિદાયની હવામાન વિભાગે સત્તાવાર જાહેરાત કરી છે. પરંતુ આ દરમિયાન હવામાન વિભાગે આગામી 5 દિવસ કેટલાક વિસ્તારમાં વરસાદની આગાહી પણ કરી છે.
ગુજરાત હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. લો પ્રેશર સિસ્ટમની અસરથી ઉત્તર ગુજરાતના મહેસણા, પાટણ, બનાસકાંઠા સહીત વિસ્તારમાં વધુ અસર જોવા મળશે. અમદાવાદ, વડોદરા સહીત મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદી ઝાપટા આવી શકે છે.
હાલમાં રાજ્યમાથી ચોમાસુ વિદાય લઇ રહ્યું છે પરંતુ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદનું જોર કાયમ છે. રાજ્યના ગણા વિસ્તારોમાં હજૂ પણ વરસાદી ઝાપટા પડી રહ્યા છે. ત્યારે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા હજુ આગામી 2 દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સામાન્ય સ્થિતિએ ઉત્તર ગુજરાત સહિત રાજ્યમાંથી 15 સપ્ટેમ્બરના અંતમાં ચોમાસું વિદાય લેતું હોય છે. પરંતુ ચાલુ સાલે ચોમાસું 15 દિવસ મોડું વિદાય લેશે. એટલે કે, ગુજરાતમાંથી વિધિસર રીતે 30મી સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લેશે. આ અંગે હવામાન વિભાગ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. જો કે એ પહેલા પાંચ દિવસ ગુજરાતના અમુક વિસ્તારમાં મેઘો મનમૂકીને વરસશે. આ વર્ષે રાજ્યમાં 134 ટકા વરસાદ નોંધાયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle