સુરતમાં ફિલ્મ ઢબે સર્જાયો અકસ્માત- સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવતા કાર ઊંધા માથે…

સુરતમાં આવેલ પીપલોદ વિસ્તારમાં એક અકસ્માતની ઘટના સામે આવી છે. ઈસ્કોન મોલ સામે કાર ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માતની ઘટના બની હતી. જોકે, આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી. એક્સિડન્ટ બાદ ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થઈ ગયાં હતાં.

ફિલ્મ ઢબે સર્જાયો અકસ્માત

કાર ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા કાર ફિલ્મી ઢબે પલટી મારી ગયી હતી. આ ઘટનાને લઈને લોકોનું ટોળું ઘટના સ્થળે એકત્ર થઇ ગયું હતું અને કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી. પરંતુ અકસ્માતને પગલે ટ્રાફિકજામ સર્જાયો હતો આ ઉપરાંત કાર પલટી મારી જતા કારમાં ભારે નુકશાન થયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *