આજે ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી: જાણો તમારા વિસ્તારમાં કેવી રહેશે મેઘમહેર

Monsoon update: હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ, આજે ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં વરસાદ થશે. આજે હવામાન વિભાગ દ્વારા રાજ્યભરમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. હવામાન વિભાગે જણાવ્યા (Monsoon update) મુજબ, આજે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

અનેક વિસ્તારોમાં પડી શકે હળવાથી મધ્યમ વરસાદ
રાજ્યમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તો અરવલ્લી, ખેડા, ગાંધીનગર અને અમદાવાદમાં પણ વરસાદ પડી શકે છે. આ સિવાય મધ્ય ગુજરાતમાં આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં પણ વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તો વડોદરા, છોટાઉદેપુર, નર્મદા અને ભરૂચમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લા જેવા કે સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો કચ્છ અને સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા અને ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગ પાસેથી મળેલી માહિતી મુજબ, આજે રાજ્યમાં સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, પંચમહાલ, સુરત, નવસારી, વલસાડ, દમણ દાદરા અને નગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

જયારે રાજ્યના અન્ય જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. મળતી માહિતી અનુસાર, મંગળવારે મોડી રાતે રાજ્યના 27 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. માહિતી મુજબ, બનાસકાંઠાના તાલુકાઓમાં એકથી દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે.