ડમ્પર ચાલકો બન્યાં બેફામ: ધોળકા-ધંધુકામાં 2 અલગ-અલગ અકસ્માતમાં 3નાં મોત

Dholka Dhandhuka Accident: અમદાવાદના ધંધુકામાં રાયકા ગામ નજીક બે કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં બે વ્યક્તિઓના મૃત્યુ નિપજ્યાં છે. જ્યારે બે લોકોઓ ઈજાગ્રસ્ત (Dholka Dhandhuka Accident) થયા છે. આ ઘટનાની માહિતી મળતાં જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

બે વ્યક્તિઓના મોત નિપજ્યા
મળતી માહિતી અનુસાર, ધંધુકા-રાયકા હાઈવે પર બ્રેઝા અને અલ્ટો કાર વચ્ચે થયેલી ટક્કરમાં બે વ્યક્તિઓના મોત નિપજ્યા છે. આ અકસ્માતની જાણ થતાં તરત જ 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી. ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર માટે ધંધુકાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

એક ઈજાગ્રસ્તની સ્થિતિ ગંભીર જણાતા તેમને વધુ સારવાર માટે ભાવનગર રેફર કરવામાં આવ્યા છે. ધંધુકા પોલીસે ઘટનાસ્થળની મુલાકાત લીધી છે. પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય અકસ્માતમાં એક વ્યક્તિનું મોત
ધોળકાના આંબારેલી ગામ નજીક એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. એક ડમ્પર ચાલકે બાઈક સવારને અડફેટે લેતા બાઈકચાલકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે.

અકસ્માત સર્જાતાની સાથે જ સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જો કે, ડમ્પર ચાલક અકસ્માત સર્જીને વાહન સાથે ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં તરત જ 108 એમ્બ્યુલન્સ અને રૂરલ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.