Gujarat Unseasonal Rain: મે માસની તીવ્ર ગરમીમાં અષાઢી માહોલ સર્જાયો છે. ગુજરાતના હવામાનમાં અચાનક પલટો આવતા અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે (Gujarat Unseasonal Rain) વરસાદ ખાબક્યો છે. ત્યારે વડોદરામાં તો 80 કિ.મી.ની સ્પીડે સાંજે વાવાઝોડા સાથે ધૂળની ડમરીઓ ઉડવાની સાથે કાળા ડિંબાંગ વાદળો ઘેરાયા બાદ ભારે વરસાદ વરસ્યો હતો.
બીજી બાજુ અમદાવાદમાં પણ વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો હતો. ભરૂચમાં સોમવારની મોડી રાતે વીજળીના કડાકા ભડાકા, વાવાઝોડા સાથે જોરદાર વરસાદ વરસ્યો હતો. ગુજરાતમાં મે મહિનામાં વાવાઝોડા સાથે વરસાદને કારણે કુલ પાંચ લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. કમોસમી વરસાદને કારણે વડોદરામાં ત્રણ, અમદાવાદમાં એક અને દાહોદમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. જ્યારે અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે.
ભરૂચમાં સોમવારે મોડી રાતે વીજળીના કડાકા ભડાકા સાથે જોરદાર વરસાદ વરસ્યો છે. વાવાઝોડાના પ્રકોપ બાદ ચોમાસા જેવી વરસાદની એન્ટ્રીએ થતા લોકો હેરાન થઈ ગયા હતા. અચાનક ગરમીમાંથી ચોમાસા જેવું રાતોરાત માહોલ ફેરવાયું, વાતાવરણમાં ઠંડકનો માહોલ ફેલાયો હતો.
વલસાડ જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવતા કમોસમી વરસાદ વરસ્યો હતો. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદથી ખેતીના પાકને તો નુકસાનની ભીતિ છે. પરંતુ લગ્ન સીઝનમાં કમોસમી વરસાદને કારણે અનેક લગ્ન પ્રસંગોમાં વરસાદ વિલન બન્યો હતો. ગાડરિયામાં લગ્ન પ્રસંગે જ વરસાદ વરસતા લગ્ન મંડપમાં દોડધામ મચી ગઈ હતી. આથી વરસતા વરસાદમાં લગ્નની વિધિ કરવી પડી હતી. તો ઝડપી પવન ફૂંકાતા લગ્ન મંડપમાં પણ નુકસાન થયું હતું. આમ વરસાદને કારણે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓના ઉત્સાહ પર જાણે પાણી ફેરવાયું હતું.
ગીરના ગામોમાં કમોસમી વરસાદ મોડી રાત્રે વેરાવળ સુત્રાપાડાના ગ્રામ્યમાં ગાજવીજ સાથે વરસાદ હતો. સુત્રાપાડાના પ્રાચી, ઘાંટીયા, ખાંભા, સહિત વેરાવળના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ભારે પવન ફૂંકાતા કેટલાક ગામોમાં વીજ પુરવઠો પણ ખોરવાયો હતો. વરસાદ સાથે ભારે પવન ફૂંકાતા કેરીના પાકને નુકસાન થયું છે.
સુરેન્દ્રનગર વાતાવરણમાં પલટો ભારે પવન ફૂંકાયા બાદ ધોધમાર વરસાદ શરૂ થયો. સુરેન્દ્રનગર, રતનપર, જોરાવરનગર સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો. તો અચાનક વાતાવરણમાં પલટો આવતા વરસાદ શરૂ થતાં લગ્ન પ્રસંગોમાં દોડધામ જોવા મળી. વરસાદ શરૂ થતા જ અમુક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ હતી. કમોસમી વરસાદના કારણે તલ, જુવાર અને બાજરીના પાકમાં નુકસાનની આશંકા છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App