હાલ રાજ્યમાં સત્તાવાર ચોમાસાની શરૂઆત થઇ ગઈ છે, અને રાજ્યના ઘણા વિસ્તારોમાં મેઘરાજા મન મુકીને વરસ્યા છે. વરસાદે આ વખતે પણ તંત્રની પોલ ખોલી નાખી છે. ભારે વરસાદ પડતા ઋષિ તળાવ વાળા વિસ્તારમાં 500 જેટલા મકાનોમાં પાણી ઘૂસ્યું હતું. જોકે, શેરીઓમાં પાણી ભરાતા રસ્તાઓ સ્વીમિંગ પૂલ બની ગયા હતા. જેમાં બાળકોએ સ્વીમીંગ પુલમાં નહાતા હોય તેવો આનંદ માણ્યો હતો.
ઘરમાં પાણી ભરાતા લોકોને ઘણી તકલીફોનો સામનો કરવો પડ્યો હતો. મકાનનોમાં સાથળસમા પાણી ભરાતા સ્થાનિકો હેરાન પરેશાન થઈ ગયા હતા. મોડી રાતથી પાણી ભરાતા તંત્ર ના પહોંચતા સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો હતો.
બનાસકાંઠામાં ગઈ કાલથી મોડી રાતથી ધમાકેદાર વરસાદ વર્ષી રહ્યો છે. મોડી રાતથી વહેલી સવાર સુધી મેઘરાજા મન મુકીની વરસ્યા હતા. મળતી માહિતી અનુસાર, પાલનપુરમાં 4 ઇંચ, વડગામમાં 2.50 ઇંચ અને દાંતામાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. પાલનપુર શહેરમાં 4 ઇંચ પડેલા વરસાદે લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. પાલનપુરના ઘણા નીચાણવાળા વિસ્તારોના ઘરોમાં પાણી ભરાતા લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
લોકો મોડીરાતથી ભારે વરસાદથી ભરાયેલા પાણીને બહાર કાઢવાનું શરુ કર્યું હતું. લોકોના ઘરોમાં પાણી ભરાઈ જતાં લોકોએ નગરપાલિકા પર રોષ ઠાલવ્યો હતો. સ્થાનિકોએ જણાવતા કહ્યું હતું કે, પાલિકા દ્વારા કોઈ જ કામગીરી કરતી નથી. જેનાકારણે દર વર્ષે આવી તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોએ જણાવ્યું હતું કે, ઘરોમાં પાણી ઘુસી જાય છે અને ત્યાના લોકોને ઘણું બધું નુકસાન ભોગવવું પડે છે. છેલ્લા કેટલાય વર્ષોથી અહિયાં પાણી ભરવાની સમસ્યા છે પરંતુ કોઈ નિકાલ થયો નથી, આવું સ્થાનિકોનું કહેવું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.