31st December: સમગ્ર ગુજરાતમાં 31ની ઉજવણી તૈયારીઓ જોરશોરમાં ચાલી રહી છે.ત્યારે આ દરમિયાન ગુજરાતની પોલીસ પણ એક્શન મોડમાં જોવા મળી રહી છે.પોલીસ સમગ્ર ગુજરાતમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવને લઈ સતત ચેકિંગ કરી રહી છે. તો બીજી તરફ અમદાવાદ શહેરમાં પણ કાયદો અને વ્યવસ્થાની સ્થતિ જળવાઈ રહે તે માટે 31મી ડિસેમ્બર( 31st December ) સુધી બ્રેથ એનાલાઇઝરની મદદથી વિવિધ ટીમ રાતના સમયે ડ્રીંક એન્ડ ડ્રાઇવની તપાસ કરશે.ખાસ કરીને અમુક વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત ચુસ્તપણે રહેશે.
અમદાવાદ પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું
અમદાવાદ પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં નવા વર્ષની ઉજવણીને લઇને રાત્રીના 12થી 12:30 વાગ્યા સુધી ફટાકડા ફોડવાની છૂટ આપી છે. જો કે પ્રતિબંધિત ફટાકડા ફોડવાની મનાઇ છે. શહેરીજનો બંને દિવસ ધામધૂમથી ઉજવણી કરી શકે તે માટે આ રાહત આપવામાં આવી છે.આ સાથે જ સાઇલેન્ટ ઝોનમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મુકાયો છે.આ ઉપરાંત ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે એક જેસીપી, બે ડીસીપી, એક એસીપી, બે પીઆઇ, બે પીએસઆઇ સહિત 350 ટ્રાફિક જવાનોને જવાબદારી સોંપવામાં આવી છે.
દારૂ પીને ગાડી ચલાવવામાં આવશે તો FIR નોંધાશે
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ઠેર-ઠેર દેશી અને વિદેશી દારૂ પીવાતો તેમજ વેચાય છે. તે ભલે જાણ જગજાહેર ન હોય પરંતુ જાણ લગભગ તમામને છે. ત્યારે અમદાવાદ શહેરમાં દારૂ પીને ડ્રાઈવ કરવાની ઘટના વધતા અમદાવાદ પોલીસ કમિશ્નરએ મહત્વનો આદેશ આપ્યો છે. અમદાવાદ પોલીસ કમિશ્નર દારૂ પીને ડ્રાઈવ કરતા નબીરાઓને સંકાજામાં લેવા માટે મહત્વનો પાયા રૂપ નિર્ણય લીધો છે. અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા એક આદેશ બહાર પાડવામાં આવ્યો છે જેમાં જણાવ્યું છે કે, શહેરમાં જો કોઈ દારૂ પીને ગાડી ચલાવતા મળી આવશે તેમના ઉપર FIR નોંધવામાં આવશે અને જે પોલીસ કર્મચારી દ્વારા આવા કેસ કરવામાં આવશે એવા પોલીસ કર્મચારીને રૂપિયા 200 ઇનામ આપવામાં આવશે
પોલીસની એક્શન
અમદાવાદ શહેર પોલીસની થર્ટી ફર્સ્ટની ઉજવણી પહેલાં અનોખી પહેલ શરૂ કરી છે. 31મી ડિસેમ્બરની ઉજવણી સંદર્ભે પોલીસએ અસરકારક કામગીરી કરવા કમિશનરે આદેશ આપ્યો છે અત્રે જણાવીએ કે, અમદાવાદ શહેરમાં દારૂ પીને કાર ચલાવી તો પોલીસ દ્વારા મહત્વનું એક્શન લેવામાં આવશે. અત્રે જણાવીએ કે, અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસોથી નશામાં ડ્રાઈવ કરવાના કેસો વધી રહ્યા હતાં. જેના પગલે અકસ્માતના બનાવો પણ વધી રહ્યાં છે.
શહેરમાં નવા વર્ષની ઉજવણી અને કાંકરિયા કાર્નિવલને લઇને પોલીસ એલર્ટ થઇ ગઇ છે. સ્થળ પર ત્રણ કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યા છે. ઉપરાંત બે બૉમ્બ સ્કોડ અને ડોગ સ્કોડની ટીમ હાજર રહેશે. અને સીસીટીવી પર સતત મોનીટરીંગ કરવામા આવશે. તેમજ નવા વર્ષની ઉજવણીમાં મોટી ઘટના ન બને તે માટે સીજી રોડ, સિંધુભવન રોડ, એસજી હાઇવે પર શી ટીમ અને પોલીસ રાત્રીના સમયે ખડેપગે રહેશે. તો બીજી તરફ ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ તેમજ દારૂને લઈને પોલીસ દ્વારા 24 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી સુધી વિશેષ ડ્રાઇવ યોજવામાં આવશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube