સોશિયલ મીડિયામાં ગુજરાત પોલીસ સામે આક્રોશ: IPL ના ખેલાડીઓને પહેલા જવા દેવા માટે એમ્બ્યુલન્સ રોકી રાખી- જુઓ વિડીયો

કોરોનાને કારણે ગુજરાતની સ્થિતિ દિવસેને દિવસે બગડી રહી છે. ક્યાય ઓક્સીજન ઘટે છે તો ક્યાંક વેન્ટીલેટર, ક્યાંક દવાઓ નથી મળી રહી તો ક્યાંક બેડ જ નથી મળી રહ્યા. આવી કપરી પરિસ્થિતિનો સામનો કરતુ ગુજરાત હાલ ભગવાન ભરોશે જીવી રહ્યું છે. તેમાં પણ ગુજરાતમાં અમદાવાદની સ્થિતિ સૌથી વધારે ખરાબ થઇ છે. ત્યારે બીજી બાજુ, નરેન્દ્ર મોડી સ્ટેડિયમમાં મેચ યોજવામાં આવી છે.

ગુજરાત રાજ્યમાં દરરોજ વધુમાં વધુ લોકો સંક્રમિત થઇ રહ્યા છે અને વધુમાં વધુ લોકો મોતને ભેટી રહ્યા છે. દરરોજ નવા રેકોર્ડ બની રહ્યા છે. ક્યાંક બેડ માટે દર્દીઓ લડત લડી રહ્યા છે તો ક્યાંક સારવાર માટે જીવન અને મોત વચ્ચે લડી રહ્યા છે. 108માં 4 થી 5 કલાકનું વેઇટિંગ જોવા મળી રહ્યું છે. ત્યારે હાલમાં એક શરમજનક ઘટના અમદાવાદમાંથી સામે આવી છે.

ગુજરાતમાં મહામારી સમયમાં દર્દીઓને માંડ માંડ ઍમ્બ્યુલન્સ મળે છે અને જો ઍમ્બ્યુલસન મળી પણ જાય તો બેડના કોઈ ઠેકાણા નથી. મહામારીમાં લોકો ટપોટપ મરી રહ્યા છે ત્યારે એક એક મિનિટ દર્દી માટે મહત્વની હોય છે. આ બધુ જાણતા હોવા છતાં અમદાવાદથી એક શરમજનક વીડિયો સામે આવ્યો છે. અમદાવાદમાં ક્રિકેટરો માટે ઍમ્બ્યુલન્સને રોકી દેવામાં આવી.

અમદાવાદમાં ક્રિકેટરોને સાચવવા માટે એમ્બ્યુલન્સને રોકવામાં આવી હોય તેવો વીડિયો વાયરલ થયો છે. શહેરના પાંજરાપોળ વિસ્તારમાંથી એમ્બ્યુલન્સ પસાર થતી હતી. તે સમયે જ આઈપીએલની ટીમનો કોન્વોય પસાર થતા પોલીસે એમ્બ્યુલન્સને રોકી હતી. કોરોના મહામારીમાં ટ્રાફિક પોલીસે ક્રિકેટરના કાફલા માટે એમ્બ્યુલન્સને રોકતા સવાલ ઉઠી રહ્યા છે. શું નાગરિકના જીવ કરતા ક્રિકેટરો માટેનો પ્રોટોકોલ વધુ મહત્વનો છે. તેવો સવાલ ઉઠી રહ્યો છે.

પોલીસે એમ્બ્યુલન્સને રોકી ક્રિકેટરોના કાફલાને જવા દીધો
અમદાવાદના પાંજરાપોળ વિસ્તારનો વીડિયો વાયરલ થઈ રહ્યો જેમાં જોઈ શકાય છે કે, આઈપીએલ રમવા આવેલા ક્રિકેટરો બસમાં બેસીને પસાર થઈ રહ્યા છે અને આ ક્રિકેટરોના પ્રોટોકોલ માટે અમદાવાદ પોલીસે એમ્બ્યુલન્સને રોકી ક્રિકેટરોના કાફલાને જવા દીધો, આ વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયા બાદ લોકો ટીકા કરી રહ્યાં છે.

શું એમ્બ્યુલન્સ રોકનાર પોલીકર્મી સામે કાર્યવાહી થશે?
હાલમાં ગુજરાત કોરોના મહામારી સામે લડી રહ્યા છે ત્યારે સોશીયલ મીડિયામાં વાઈરલ થયેલા આ વીડિયો પર સવાલ ઉઠી રહ્યા છે કે, અમદાવાદ ટ્રાફિક પોલીસ નિયમોનો ભંગ કરી શકે છે? અને એમ્બ્યુલન્સમાં રહેલા દર્દીને કઈ થાય તો જવાબદાર કોણ? ક્રિકેટરો 2-3 મિનિટ મોડા જાત તો પોલીસને શું વાંધો હતો? અને શું મહામારીમાં લોકોના જીવ કરતા ક્રિકેટરોના પ્રોટોકોલ મહત્વનો છે?

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *