ટ્રેનમાં મુસાફરી કરવાના હોવ તો ખાસ વાંચી લેજો આ સમાચાર- ભારે વરસાદના કારણે અનેક ટ્રેનો રદ

Published on Trishul News at 11:03 AM, Mon, 18 September 2023

Last modified on September 18th, 2023 at 11:04 AM

Cancelled Trains Today List: ગુજરાતમાં ફરી વરસાદની ઈનિંગ શરુ થઈ ગઈ છે ત્યારે મધ્ય પ્રદેશમાં સર્જાયેલ લો પ્રેશર સિસ્ટમને લઈ ગુજરાતના અનેક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.ત્યારે હવે ભારે વરસાદને લઈને ટ્રેન વ્યવહાર પ્રભાવિત(Cancelled Trains Today List) થયો છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં દોડતી કેટલીક ટ્રેનો ભારે વરસાદના કારણે રદ્દ થઈ છે તો કેટલીક ટ્રેનો આશીંક રીતે બંધ કરાઈ છે. ત્યારે આવા વાતાવરણમાં બહારગામ જતા પહેલા જાણી લો ક્યા કઈ ટ્રેનો થઈ છે રદ્દ.

ભારે વરસાદના કારણે રેલવે સેવા પ્રભાવિત
વડોદરાનાં એકતાનગર વિભાગમાં ભારે વરસાદ છે. ત્યારે પ્રતાપનગર અને એકતાનગર વચ્ચે આવેલ બ્રિજ નંબર 61 અને 76 પર પાણીનું સ્તર જોખમનું સ્તર વટાવી જતા ટ્રેન વ્યવહાર પર અસર પડી રહી છે. કેટલીક ટ્રેન રદ કરવામાં આવી તો કેટલીક આંશિક રદ કરાય છે. જેમાં 8 ટ્રેન રદ કરવામાં આવી જ્યારે અન્ય કેટલીક ટ્રેનો થોડા સમય માંટે રદ છે. ત્યારે જોખમી સ્તર પર પાણી જવાને કારણે રેલ વ્યવહાર સ્થગિત કરવામાં આવ્યો છે.

18 સપ્ટેમ્બર, 2023ના રોજ ટ્રેનો સંપૂર્ણપણે રદ્દ
1. ટ્રેન નંબર 22953 મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ ગુજરાત એક્સપ્રેસ
2. ટ્રેન નંબર 20901 મુંબઈ સેન્ટ્રલ ગાંધીનગર વંદે ભારત એક્સપ્રેસ
3. ટ્રેન નંબર 20902 ગાંધીનગર મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ

4. ટ્રેન નંબર 12009 મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસ
5. ટ્રેન નંબર 12010 અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ શતાબ્દી એક્સપ્રેસ
6. ટ્રેન નંબર 19015 દાદર પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ

7. ટ્રેન નંબર 12934 અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ કર્ણાવતી એક્સપ્રેસ
8. ટ્રેન નંબર 12932 અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ ડબલ ડેકર એક્સપ્રેસ
9. ટ્રેન નંબર 82902 અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ તેજસ એક્સપ્રેસ

10. ટ્રેન નંબર 22954 અમદાવાદ મુંબઈ મધ્ય ગુજરાત એક્સપ્રેસ
11. ટ્રેન નંબર 12933 મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ કર્ણાવતી એક્સપ્રેસ
12. ટ્રેન નંબર 82901 મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ તેજસ એક્સપ્રેસ
13. ટ્રેન નંબર 12931 મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ ડબલ ડેકર એક્સપ્રેસ

Be the first to comment on "ટ્રેનમાં મુસાફરી કરવાના હોવ તો ખાસ વાંચી લેજો આ સમાચાર- ભારે વરસાદના કારણે અનેક ટ્રેનો રદ"

Leave a comment

Your email address will not be published.


*