મારી માં મારી પાસે ધંધો કરાવતી ત્યારે હિંદુઓ ક્યાં હતા? હું ત્રણ વર્ષથી આની સાથે છું…લવજેહાદ કેસમાં નવો વળાંક

Rajkot Crime News: રાજકોટમાં લવજેહાદની ઘટના બની હોવાનું 15 વર્ષની કિશોરીની માટે આક્ષેપ લગાવ્યા છે. 15 વર્ષની સગીરાને સાહિલ વાઘેર નામનો શખ્સ ભગાડી (Rajkot Crime News) ગયો છે.ત્યારે આ અંગે સગીરાની માતાએ પ્રદ્યુમનનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. અત્રે જણાવીએ કે, બે દિવસ પહેલા સગીરા ટ્યુશનમાં ગઈ હતી. ટ્યુશનમાંથી સાહિલ નામના શખ્સ સાથે સગીરા જતી રહી હતી.

15 વર્ષીય સગીરાને ભગાડી ગયો સાહિલ વાઘેર
ઘટના અંગે સગીરાની માતાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, “મોબાઈલમાં મેસેજ મારફતે સાહિલ સાથે સગીરા જતી રહી હોવાની માહિતી મળી છે. સાહિલ અને સગીરા છેલ્લા 8 વર્ષથી સંપર્કમાં હતા. માત્ર 15 વર્ષની દીકરીને શું ખબર પડે શું કરવું કે શું નહી? તાત્કાલિક અમારી દીકરીને તંત્ર પરત અમને સોંપે તેવી માગ છે”

સગીરાની માતાએ શું કહ્યું ?
સગીરાની માતાએ કહ્યું કે, ‘મારી દીકરી 14 વર્ષની છે જે ટ્યુશન ગયા પછી પાછી જ ફરી નથી, મને મારી દીકરીનો મેસેજ આવે છે. મને મારી દીકરી મેસેજ કરે છે અને કહે છે કે, હું ખુશ છું પરંતુ તે 14 વર્ષની છે તેને કઈ રીતે ખબર કે, શો યોગ્ય છે અને શુ અયોગ્ય છે’

કિશોરીએ આપ્યું આ નિવેદન
તો બીજી તરફ કિશોરીએ જણાવ્યું કે તે સાહિલ સાથે પોતાની મરજીથી આવી છે. મારા કાકા અડધી રાત્રે ગ્રાહક સાથે આવ્યા અને જ્યારે મેં ના પાડી તો તેણે મને માર મારીને બહાર કાઢી મૂકી. મારી મા શું ધંધો કરે છે તે આખું રાજકોટ જાણે છે. મારી માતા જે કરે છે તે મારે નથી કરવું. હું સાહિલને ત્રણ વર્ષથી ઓળખું છું અને મારી માતા પણ અમને ઓળખે છે.