Rajkot Water Cut: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરી હેઠળ વેસ્ટ ઝોન હસ્તકના મવડી(પુનિતનગર) પમ્પિંગ સ્ટેશન પર સમ્પ સફાઇની (Rajkot Water Cut) કામગીરી હાથ ધરવાની હોવાથી વેસ્ટ અને સેન્ટ્રલ ઝોન હેઠળ આવતા 5 વોર્ડના પાર્ટ વિસ્તારમાં પાણી બંધ કરવાનો નિર્ણય કરાયો છે. આથી રાજકોટમાં 1 લાખ જેટલા લોકોને આવતીકાલે કાળઝાળ ગરમીમાં પાણી માટે વલખા મારવા પડશે જેવી પરિસ્થિતિ સર્જાશે.
આવતીકાલે આ વોર્ડમાં પાણીનો કાપ
રાજકોટ મહાનગરપાલિકાના વોટર વર્કસ વિભાગ દ્વારા આ પાંચ વોર્ડની જે સોસાયટીમાં પાણી વિતરણ બંધ રહેનાર છે તેવી 144થી વધુ સોસાયટીની યાદી જાહેર કરી છે. આ સોસાયટીના લગભગ 20 હજારથી વધુ ઘરોમાં આગામી 8મીએ પાણી વિતરણ બંધ રાખવાની મહાનગરપાલિકાએ સત્તાવાર યાદી જાહેર કરી છે.
મંગળવારે વોર્ડ નં.8(પાર્ટ), વોર્ડ નં.10 (પાર્ટ), વોર્ડ નં.11 (પાર્ટ), વોર્ડ નં.12(પાર્ટ) અને વોર્ડ નં.13 (પાર્ટ)ના વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. આથી એક લાખથી વધુ લોકોને પીવાનું પાણી નહીં મળે.
સફાઇની કામગીરી હાથ ધરવાની હોવાથી… મનપા
મહાનગરપાલિકાના વોટર વર્કસ વિભાગના સૂત્રોએ જણાવ્યા અનુસાર અગાઉ જેટકોના બે સમ્પ અને વાવડીના સમ્પની સફાઇમાં પાણી વિતરણ બંધ કરવું પડ્યું ન હતું, પરંતુ મવડી પમ્પિંગ સ્ટેશનના સમ્પની સફાઇમાં આખો દિવસ લાગે તેમ હોય અને આ સોસાયટીમાં સવારથી સાંજ સુધી પાણી વિતરણના અલગ-અલગ શેડ્યૂલ હોવાથી પાણી વિતરણ બંધ કરવાનો નિર્ણય કરાયો છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App