Mango Export Update: ઉનાળામાં કેરી પ્રત્યેનો પ્રેમ માત્ર ગુજરાતીઓ અને ભારતીયો પૂરતો જ સીમિત નથી પણ અમેરિકનોનો પણ છે! ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ (GAICL)ના અંદાજો સૂચવે છે કે યુ.એસ.માં કેરીની વધતી માંગ સાથે, ગુજરાતમાંથી કેરીની નિકાસ (Gujarat Mango Export) નવી ઊંચાઈને આંબી જશે અને ઓછામાં ઓછા 45% સુધી વધવાની ધારણા છે.
ગુજરાતની કેરીઓની મીઠાશ, રસથી ભરપુર, ઉષ્ણકટિબંધીય પાકને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં પણ ખૂબ માંગ છે. GAICL મુજબ ગુજરાતે 2022-23માં યુનાઇટેડ કિંગડમ અને મધ્ય પૂર્વમાં 445 મેટ્રિક ટન (MT) કેરીની સીધી નિકાસ નોંધાવી હતી.
7 વીઘામાં ખેડૂતે તરબૂચની ખેતી કરીને 70 દિવસમાં મેળવી રૂ.3.50 લાખની આવક
જો કે, યુ.એસ.માંથી મોટી માત્રામાં ઓર્ડર સાથે આવી રહેલી વધારાની માંગને કારણે ગુજરાતના કેરીના ખેડૂતોએ 65 મેટ્રિક ટન એકલા યુએસએમાં કેરી નિકાસ કરી છે. GAICLના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં દેશની 114 મેટ્રિક ટન કુલ (Mango Export From India) કેરીની નિકાસમાં આ 55% નું એક્સપોર્ટ કરવામાં માત્ર ગુજરાતનો સિંહફાળો છે. સિઝન આગળ વધવાની સાથે નિકાસમાં વધારો થવાની ધારણા છે.
યુનાઈટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર-એનિમલ એન્ડ પ્લાન્ટ હેલ્થ ઈન્સ્પેક્શન સર્વિસ (USDA-APHIS) એ જુલાઈ 2022 માં ગુજરાત એગ્રો રેડિયેશન પ્રોસેસિંગ ફેસિલિટી (GARPF) ને મંજૂરી આપી છે. આનાથી ગુજરાતના કેરીના ખેડૂતો અને નિકાસકારોને યુએસ તરફથી વધારાની માંગ સાથે વધારાનો ફાયદો મળે છે. .
Today Gold Silver Rates: ત્રણ દિવસના ઘટાડા બાદ સોનાના ભાવમાં જબરદસ્ત ઉછાળો, જાણો આજના લેટેસ્ટ ભાવ
GAICLના મેનેજિંગ ડિરેક્ટર ડીએચ શાહે જણાવ્યું હતું કે, “સારી માંગ સાથે, આ વર્ષે નિકાસ 2021-22ના 608 મેટ્રિક ટનના સ્તરને વટાવી જવાની ધારણા છે. અત્યાર સુધીમાં અમે 65 મેટ્રિક ટનની નિકાસ કરી ચૂક્યા છીએ અને અમદાવાદ નજીક GAICL દ્વારા વિકસિત નવી કાર્ગો સુવિધા નિકાસને વધુ વેગ આપશે. આજ સુધી, કેસર (Kesar Mango) અને આલ્ફોન્સો કેરીની (Alphonso Mango) જાતો કે જે ગુજરાતનું (Gujarat Mango) ગૌરવ છે, તેની મહારાષ્ટ્ર (Maharashtra Mango) મારફતે નિકાસ કરવામાં આવી હતી, હવે યુકે, કેનેડામાં રિટેલ આઉટલેટ્સ ઓર્ડર આપી રહ્યાં છે.”‘
ગુજરાત એગ્રો રેડિયેશન પ્રોસેસિંગ ફેસિલિટી (GARPF) હકીકતમાં, રાજ્યના ગીર અને કચ્છ પ્રદેશોમાંથી કેસરની જાતોની માંગમાં વધારો કરશે.
અમદાવાદ સ્થિત કેરીના નિકાસકાર દર્શિલ શાહે જણાવ્યું હતું કે, “આ વર્ષે નિકાસ ગયા વર્ષ કરતાં વધુ સારી છે કારણ કે પાક સારો છે અને કિંમતો લગભગ ગયા વર્ષની જેમ જ છે. યુકે, મધ્ય પૂર્વ અને કેનેડામાંથી પણ સારી માંગ છે. આ દેશોમાં રિટેલ આઉટલેટ્સ આ વર્ષે સારા ઓર્ડર આપી રહ્યા છે.”
નિકાસકારોના મતે ગુજરાતમાં આ વર્ષે રેકોર્ડ નિકાસ થવાની ધારણા છે. “યુએસ માર્કેટમાં સીધી પહોંચે નિકાસકારો માટે નવા રસ્તા ખોલ્યા છે. હવાઈ ભાડું પણ એક વર્ષમાં રૂ. 240 પ્રતિ કિલોથી ઘટીને રૂ. 140 પ્રતિ કિલો પર આવી ગયું છે. જો સરકાર 18% GST દર ઘટાડીને નિકાસકારોને ટેકો આપે તો કેરીની નિકાસ પર, આંતરરાષ્ટ્રીય બજારમાં એકંદર માંગ વધુ વધી શકે છે.”
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.
સુરત સિવિલની આ જર્જરિત હાલત જોઇને તમે જ કહો, હોસ્પિટલ છે કે કોઈ ખંડેર બિલ્ડીંગ?