ગુજરાત પર હાલમાં બીપરજોય (GUJARAT school holiday) નામના વાવોજોડાનો ખતરો મંડરાઇ રહ્યો છે. કચ્છ સહિતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે પવન અને વરસાદ સાથે બી પર જોઈ વાવાઝોડું ચૂક્યું છે. ત્યારે મોડી સાંજે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓના કલેકટર અને જિલ્લા શિક્ષણ અધિકારીઓના સમન્વયથી ગુજરાતની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.
અગાઉથી સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં શિક્ષણ કાર્ય બંધ કરવાની જાહેરાત કરી દેવામાં આવી હતી. ત્યારે હવે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ જેવા કે સુરત અને નવસારી માં શૈક્ષણિક કાર્ય માં (GUJARAT school holiday) આચાર્યશ્રીઓએ રજા પાળવાની રહેશે તેવા પરિપત્ર જાહેર કરાયા છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકાર દ્વારા બીપરજોય વાવાઝોડાને પગલે અગાઉથી જ તૈયારીઓ કરી લેવામાં આવી હતી. જેથી વાવાઝોડાના પસાર થઈ ગયા બાદ ઝડપથી રાહત કાર્ય શરૂ થઈ શકે.
અન્ય જિલ્લાઓની વાત કરીએ તો જામનગર, દ્વારિકા, રાજકોટ, જુનાગઢ, ગાંધીનગર, વડોદરા, છોટાઉદેપુર સહિતના જિલ્લાઓમાં પણ આવા પરિપત્ર જાહેર કરીને રજા જાહેર કરી દેવામાં આવી છે. વાલીઓ અને વિદ્યાર્થીઓ તેમજ શિક્ષણ વિધો આ પગલાં ને આવકારી રહ્યા છે. કારણ કે ગુજરાતીઓ સાથે મળીને બીપરજોય નામના ઘાતક વાવાઝોડાનો સામનો કરી રહ્યા છે.