જોવા જઈએ તો સોશિયલ મીડિયાના જેટલા ફાયદા છે તેમની સામે તેમના કરતા વધારે ગેરફાયદાઓ પણ છે જે આપણે ભૂલવું ન જોઈએ. ત્યારે હાલમાં જ બનાસકાંઠાના માઘાભાઈ પટેલે ફેસબુક પર એવી પોસ્ટ કરી છે જેને લીધે રાજકારણમાં અને સમગ્ર બનાસકાંઠા જીલ્લામાં ભારે ચકચાર અને ખળભળાટ મચી જવા પામી હતી. આ પોસ્ટ ભાચર ગામના માઘાભાઈ પટેલ દ્વારા ફેસબુક પર મુકવામાં આવી હતી.
માઘાભાઈ પટેલે ફેસબુક પોસ્ટ કરતા એવું લખ્યુ હતું કે, તેઓ ટૂંક જ સમયમાં એક નેતાઓ વિડીઓ વાયરલ કરશે. સાથે તેમણે કહ્યું હતું કે, જે વિડીઓ અપલોડ કરશે તે વિડીઓ આપતિજનક વિડીઓ હશે તેવો તેમણે સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટ ને લઈને બનાસકાંઠા જીલ્લામાં ભારે ચકચાર અને ખળભળાટ મચી જવા પામ્યો હતો.
માઘાભાઈ પટેલે જણાવતા કહ્યું હતું કે, 15 ઓગસ્ટના રોજ બપોરે 12:39 વાગ્યે તેઓ આ આપતિજનક વીડિયો અપલોડ કરશે તેવો તેમણે ઉલ્લેખ કર્યો હતો. તેની સાથે જ માઘાભાઈએ જે પોસ્ટ કરી હતી અને તેમા તેમણે એવો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે, પાલનપુર સર્કિટ હાઉસમાં નેતા આપત્તિજનક હરકત કરતા હતા. જેમનો વીડિયો તેઓ 15 ઓગસ્ટ સ્વતંત્રા દિવસના રોજ ફેસબુક પર પોસ્ટ કરવાના હતા.
થરાદના ભાચર ગામના મઘાભાઈ પટેલે નેતાજીનો સોસીયલ મીડિયામાં વિડિઓ વાયરલ કરવાની ધમકી આપી હતી. ત્યારે હવે આ બનાસકાંઠા જિલ્લાના મોટા નેતાનો એક યુવતી સાથેનો વિડીઓ કરતાનો વિડિઓ સોસીયલ મીડિયામાં વાયરલ થયો છે જેને કારણે રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
હવે જોવાનું એ રહ્યું કે આ વિડિઓ સાચો છે કે પછી કોઈએ નેતાજીને બદનામ કરવા માટે વિડીઓનું એડિટિંગ કરીને આ પ્રકારનું કાવતરું ઘડવામાં આવ્યું છે. હાલમાં આ વિડીઓ વાયરલ થતા રાજકીય ક્ષેત્રે ગરમાવો જોવા મળી રહ્યો છે અને આ વિડીઓને લઈને લોકોમાં અનેક ચર્ચાઓએ જોર પડકયું છે.
અમે તમને જણાવી દઈએ કે ત્રિશુલ ન્યુઝ બનાસકાંઠા જિલ્લાના નેતાનો જે આપતિજનક વિડીઓ વાયરલ થયો છે તેની પુષ્ટિ કરતું નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.