મુકેશ અંબાણીએ કહ્યું કે, 2016માં જિઓની શરૂઆત કરી હતી. રિલાયન્સ 2021માં પોતાનો નવો એનર્જી બિઝનેસ શરૂ કરવા જઈ રહી છે. અમારો હેતુ ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં ક્રાંતિ લાવવાનો છે. રિલાયન્સ 15 વર્ષમાં નેટ શૂન્ય-કાર્બન કંપની બનશે. જામનગરમાં ધીરૂભાઈ અંબાણી ગ્રીન એનર્જી કોમ્પલેક્સ બનશે. જે દુનિયાનું સૌથી મોટું ગ્રીન એનર્જી હબ હશે. જામનગર ખાતેના Giga Complexમાં કામ શરૂ થશે. ગ્રીન એનર્જી ગીગા કોમ્પલેક્સમાં 4 ફેક્ટરીઓ હશે. રિન્યૂએબલ એનર્જમાં 60,000 કરોડનું રોકાણ થશે. આ મીટિંગમાં સૌથી મોટી જાહેરાત આ છે.
5 હજાર એકર જમીન પર જામનગર શહેરમાં આ કોમ્પલેક્સ બનશે, ધીરૂભાઈ અંબાણી ગ્રીન એનર્જી ગીગા કોમ્પલેક્ષ પણ બનાવવામાં આવશે. મુકેશ અંબાણીએ વધારેમાં જણાવ્યું હતું કે, પરંપરાગત એનર્જીની જગ્યા પર ન્યૂ એનર્જી એટલે કે સોલર ક્ષેત્રે ગ્રીન એનર્જી પર વધુ ફોકસ કરવામાં આવશે. ગ્રીન એનર્જીનું લક્ષ્ય 2030 સુધીમાં પૂરું થશે. એટલું જ નહીં કંપની ન્યુ મટિરિયલ અને ગ્રીન કેમિકલ્સ પર પણ વિચાર શરુ છે.
36/n World-class talent will be the most critical resource for this new business. We have started attracting the best talent from across world. We have established Reliance New Energy Council with some of the finest minds globally: Mukesh Ambani#RILAGM #MadeForIndiaMadeInIndia
— Flame of Truth (@flameoftruth) June 24, 2021
34/n Third: Reliance will make its New Energy business a truly global business: Mukesh Ambani#RILAGM #MadeForIndiaMadeInIndia
— Flame of Truth (@flameoftruth) June 24, 2021
રિલાયન્સ ન્યૂ એનર્જી કાઉન્સિલની સ્થાપના કરવામાં આવી છે. જામનગરમાં 5000 હજાર એકરમાં ધીરૂભાઇ અંબાણી ગ્રીન એનર્જી ગીગા કોમ્પ્લેક્સ બનાવવાની તૈયારી ચાલી રહી છે. રિલાયન્સનું ધ્યેય છે કે, 100 ગિગાવોટ સૌર ઉર્જાનું ઉત્પાદન કરવાનું છે. મુકેશ અંબાણીને શેરધારકોને સંબોધતા કહ્યું કે, રિલાયન્સ રિટેલ આગામી 3 વર્ષમાં 10 લાખથી વધુ નોકરીઓ આપવામાં આવશે.
વાય.પી.ત્રિવેદી જે 30 વર્ષથી રિલાયન્સના બોર્ડમાં હતા તે હાલ રિલાયન્સ બોર્ડમાંથી નિવૃત્ત થયા છે. તેઓ 92 વર્ષના છે. તેમની જગ્યાએ સાઉદી અરામકોના ચેરમેન અને ગવર્નર યાસિર અલ-રુમાયાનને રાખવામાં આવ્યા છે. મુકેશ અંબાણીએ શેરધારકોને સંબોધતા કહ્યું કે, કંપનીનો ચોખ્ખો નફો 34.8% વધી 53,739 કરોડ થયો છે. રિલાયન્સે છેલ્લા એક વર્ષમાં 75,000થી વધુ લોકોને નવી નોકરીઓ આપી છે.
જિઓ એ દેશની સૌથી મોટી ડિજિટલ કંપની છે. જિઓ આવક અને વપરાશકારોમાં સૌથી મોટી લીડર બની છે. વર્ષ દરમિયાન, રિલાયન્સ જિઓમાં કુલ 37.9 મિલિયન ગ્રાહકો વધ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.