સરકારી નોકરીને લઈ ઉમેદવારો માટે મહત્વના સમાચાર: આ ભરતી માટેની 144 જગ્યાઓ રદ કરાઇ

Govt Jobs Recruitment: લાખોની સંખ્યાં અત્યારે લોકો સરકારી નોકરીની તૈયારી કરી રહ્યાં છે. સરકાર દ્વારા કોઈ મોટી ભરતી પાડવામાં આવે તેની રાહ પણ જોઈ રહ્યાં છે. દિવસ રાત એક કરીને લોકો 16-16 કલાક વાંચતા હોય છે. આટલી મહેનત કરવા છતાં પણ લાખો (Govt Jobs Recruitment) લોકો નોકરી વગર રહી જાય છે, પાસ થઈ શકતા નથી. પરંતુ જો હવે સરકારે પણ આ લોકોને માઠા સમાચાર આપ્યાં છે. Warehouse Corporation ની જગ્યાઓ રદ્દ કરવાનો રાજ્યના કૃષિ વિભાગ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.

નવી જગ્યા ઉભી કરવાના બદલે વિચિત્ર કરવાનો નિર્ણય શા માટે?
અત્યારે ઉમેદવારો પ્રશ્ન કરી રહ્યાં છે કે, નવી જગ્યા ઉભી કરવાના બદલે વિચિત્ર કરવાનો નિર્ણય શા માટે લેવામાં આવ્યો છે? અત્યારે લાખો લોકો સરકારી નોકરી માટે તૈયારી કરી રહ્યાં છે. સરકાર પણ નોકરીની વાતો કરતી હોય છે તો પછી જગ્યાઓ વધારવાનો બદલે રદ્દ કેમ કરવામાં આવી રહીં છે?

હવે તૈયારી કરતા ઉમેદવારો માટે આનાથી મોટા માઠા સમાચાર બીજા કયાં હોઈ શકે? નોંધનીય છે કે, અત્યારે હયાત જગ્યાઓ જ રદ કરી દેવાનો નિર્ણય કર્યો છે. જેનાથી ઉમેદવારો ભારે નારાજ પણ જોવા મળ્યાં છે.

આખરે આ ભરતી શા માટે રદ્દ કરવામાં આવી?
આવી રીતે ભરતીઓ રદ્દ કરવામાં આવશે તો તૈયારી કરતા ઉમેદવારો ક્યાં જશે? આખરે આ ભરતી શા માટે રદ્દ કરવામાં આવી? આ પ્રશ્ન એટલા માટે થઈ રહ્યો છે કારણે કે, અત્યારે લાખોની સંખ્યાં લોકો સરકારી નોકરી માટે રાત અને દિવસ એક કરીને મહેનત કરી રહ્યાં છે.

આ લોકો કોના ભરોસે તૈયારી કરી રહ્યાં છે? સરકારના ભરોસે! પરંતુ આવી રીતે જ થતું રહ્યું તો તેમનો સરકાર પરથી વિશ્વાસ ઉઠી જવાનો છે. કૌભાંડ, પેપર ફુટવા અને હવે ભરતી રદ્દ! આ સિલસિલો ક્યારે ખતમ થશે? મહત્વની વાત એ છે કે, Warehouse Corporation ની 144 જગ્યાઓ રદ્દ કરવામાં આવતાં હજારો ઉમેદવારો અત્યારે નારાજ થયાં છે.