ગુજરાત સરકારે કરોડો વિદ્યાર્થીઓના હિતમાં લીધો મોટો નિર્ણય: 2 પોલીસકર્મી સાથે રાખવા…

New Rule For School Picnic: આપણે બધા જાણીએ છીએ કે શાળાઓમાં દર વર્ષે શૈક્ષણિક પ્રવાસ અને પિકનિકનું આયોજન કરવામાં આવે છે. થોડા વર્ષો પહેલા જ (New Rule For School Picnic) વડોદરામાં હરણી બોટકાંડ જેવી દુર્ઘટનાઓ ન બને તેના માટે સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય અંતર્ગત શાળાઓમાં થતા પ્રવાસના આયોજનમાં બાળકોની સલામતી માટે હવેથી પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓ સાથે ફરજિયાત બે પોલીસ કર્મીઓ હાજર રહેશે. આટલું જ નહીં જો વિદ્યાર્થીનીઓને પ્રવાસ લઈ જવામાં આવતો હશે, તો સાથે મહિલા પોલીસ કર્મચારીઓ પણ રહેશે.

હવે શાળાઓમાં વેકેશન ખુલવાની તૈયારી છે ટૂંક સમયમાં જ શાળાઓ કાર્યરત થશે તે વાતને ધ્યાને રાખીને બાળકોની સલામતી માટે સ્કૂલ પિકનિકમાં નવો નિયમ લાગુ કર્યો છે. બીજેપી કચેરીએ શિક્ષણ વિભાગને પરિપત્ર પણ મોકલી આપ્યો છે. શાળાના પ્રવાસ દરમિયાન બે પોલીસ કર્મચારીઓને હાજર રાખવા પડશે. શાળાના આચાર્યની જવાબદારી રહેશે કે તે પ્રવાસનો સમય લોકલ પોલીસને જણાવી દેશે. જો વિદ્યાર્થીનીઓ પણ પ્રવાસમાં હોય તો તેવા સંજોગોમાં લેડીઝ પોલીસ પણ સાથે જ રહેશે.

આ અંગે માહિતી આપતા પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં ડીજીપી, આઈજીપીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે દરમિયાન પ્રધાનમંત્રી તથા કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા રાજ્ય પોલીસને આ અમલવાડી કરવાના સૂચનો કરાયા હતા. તે અનુસાર રાજ્યની તમામ શાળાઓના આચાર્યો નીચે મુજબની સૂચનાથી અવગત કરવામાં આવ્યા છે.

વિદ્યાર્થીઓ માટે આયોજિત થતા પ્રવાસ દરમિયાન વર્દી ધારી બે પોલીસ કર્મચારીઓને ફરજિયાત હાજર રાખવાના રહેશે. આચાર્યએ ઉપરોક્ત કામગીરી માટે લોકલ પોલીસ સ્ટેશન નો સંપર્ક કરવાનો રહેશે. જો પ્રવાસ દરમિયાન મહિલા વિદ્યાર્થીનીઓ પણ સાથે હોય તો મહિલા પોલીસ કર્મીઓ પણ સાથે રાખવાના થશે.

સ્કૂલવાન ના ચાલકો માટે પણ મહત્વનો નિર્ણય
આ સાથે જ સ્કૂલવાન ચલાવતા વાહન ચાલકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. તેઓને પરમિટ લેવી ફરજીયાત છે. સ્કૂલવાન માટે ફરજિયાત ટ્રાન્સપોર્ટ વાહનનું લાઇસન્સ લેવું પડશે. જો તે ન હશે તો દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે. વાહન ચાલકોએ આરટીઓના નિયમ અનુસાર જ વિદ્યાર્થીઓ બેસાડી શકશે. ઓટોરિક્ષામાં છ નાના બાળકો, વાનમાં આઠ બાળકોની ક્ષમતા છે. આ ઉપરાંત સ્કૂલમાં ચાલતા વાહનોનો વીમો પીયુસી ફરજિયાત છે. શાળા શરૂ થતા ની સાથે જ આ માટે મેગા ડ્રાઇવનું આયોજન કરવામાં આવશે.