IPL 2025માં ગુજરાત ટાઇટન્સનો દબદબો: પોઈન્ટ ટેબલમાં ટોચ પર અને ઓરેન્જ-પર્પલ કેપ પર કબજો

IPL 2025 Gujarat Titans: આઈપીએલ 2025માં ગુજરાતનો દેખાવ પ્રભાવશાળી રહ્યો છે. પોઈન્ટ ટેબલ, ઓરેન્જ કેપ અને પર્પલ કેપમાં ગુજરાત ટાઈટન્સનો (IPL 2025 Gujarat Titans) દબદબો છે. ગુજરાત ટાઈટન્સે અત્યાર સુધીમાં 8 મેચ રમી છે. જેમાં 6માં જીત મેળવી છે અને 12 પોઈન્ટ્સ સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. ગુજરાતનો નેટ રન રેટ +1.104 છે. બીજા ક્રમે રહેલી દિલ્હીના પણ 12 પોઈન્ટ છે પણ તેનો નેટ રન રેટ +0.657 છે.

ઓરેન્જ કેપમાં સાઈ સુદર્શન મોખરે
ગુજરાતનો યુવા બેટ્સમેન સાઈ સુદર્શને આ સીઝનમાં શાનદાર દેખાવ કર્યો છે. તેણે સીઝનની 8 મેચમાં 52.12ની સરેરાશથી 417 રન બનાવ્યા છે. હાલ તે ઓરેન્જ કેપ હોલ્ડર છે.

પર્પલ કેપમાં પ્રસિદ્ધ કૃષ્ણાનો દમદાર દેખાવ
ગુજરાતના બોલરે પણ આ સીઝનમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. ટીમના પેસર પ્રસિદ્ધ કૃષ્ણાએ 8 મેચમાં 16 વિકેટ ઝડપી છે. તેણે 14.12ની બોલિંગ એવરેજ અને 7.29ની ઈકોનોમીથી બોલિંગ કરી છે. આરસીબીના જોશ હેઝલવુડે પણ 16 વિકેટ ઝડપી છે. ગુજરાતના આર સાઈ કિશોરે પણ 8 મેચમાં 12 વિકેટ લીધી છે.

ગુજરાતની સફળતાનું રહસ્ય
ગુજરાત પાસે અનુભવી અને યુવા ખેલાડીઓનું શાનદાર સંયોજન છે. જેના કારણે ટીમને દરેક વિભાગમાં મજબૂતી મળી છે. ગિલની કેપ્ટનશિપમાં ટીમ શાનદાર દેખાવ કરી રહી છે. ગુજરાત ટાઈટન્સ જે રીતે પ્રદર્શન કરી રહી છે તે જોતાં આઈપીએલ 2025ના પ્લેઓફમાં પહોંચવા માટે મજબૂત દાવેદાર છે. ઉપરાંત ખિતાબ પણ જીતી શકે છે.