Ambalal Patel Prediction: ગુજરાતમાં થોડા દિવસથી મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. લઘુતમ તાપમાનમાં વધઘટ થતા ઠંડી અને ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. આવી પરિસ્થિતિમાં (Ambalal Patel Prediction) હવામાન વિભાગે આગામી સાત દિવસ વાતાવરણ શુષ્ક રહેશે તેમ જણાવ્યું છે. તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફેબ્રુઆરીમાં પણ ઠંડીનો ચમકારો યથાવત રહેશે તેવી આગાહી કરી છે. આ ઉપરાંત આગામી દિવસોમાં રાજ્યના અનેક જિલ્લામાં માવઠાની આગાહી કરી છે. તો આવનારા દિવસોમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તે જોઈએ.
અંબાલાલ પટેલએ કરી આ આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી આપતા જણાવ્યું છે કે, ફેબ્રુઆરીમાં સવારે સામાન્ય ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ થઈ શકે છે. 10થી 16મી ફેબ્રુઆરી સુધી ગરમીનો અહેસાસ થશે. જે બાદ 17થી 19 ફેબ્રુઆરી દરમિયાન ફરીથી પવનનું જોર વધતા ઠંડી પડશે. ફેબ્રુઆરી મહિનામાં ઉત્તર ગુજરાતના ભાગોમાં 12 ડિગ્રી સુધી તાપમાન પહોંચે તેવી શક્યતા છે. આ ઉપરાંત કચ્છના ભાગોમાં 10 ડિગ્રી લઘુતમ તાપમાન રહી શકે છે. મધ્ય ગુજરાતમાં 15 ડિગ્રી અને સૌરાષ્ટ્રમાં 13 ડિગ્રી લઘુતમ તાપમાન જવાની સંભાવના છે. 15 ફેબ્રુઆરીએ ગરમી વધશે અને 17થી 19 ફેબ્રુઆરીના પવનનું જોર વધશે. આંધી-વંટોળનું પ્રમાણ વધે અને ધૂળની ડમરીઓ ઉડશે. હજુ પણ એક પછી એક ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહેશે.
માવઠું થવાની શક્યતા રહેશે
અંબાલાલ પટેલે માવઠા અંગે જણાવ્યું છે કે, ફેબ્રુઆરીના અંતમાં હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે. માર્ચ મહિનામાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા રાજ્યના ભાગોમાં માવઠું થવાની શક્યતા રહેશે. જેમાં 7થી 10 માર્ચ દરમિયાન હવામાનમાં ફેરફાર આવે અને વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા રહેશે. 14થી 16 માર્ચમાં હવામાનમાં પલટો આવશે. 17-18 માર્ચથી ગરમી વધે અને બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા રહેશે.
હવામાન વિભાગે કરી આ આગાહી
હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે, ગુજરાતમાં સાત દિવસ હવામાન શુષ્ક રહેશે. ગુજરાતમાં હાલ ઉત્તરથી ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે. આગામી પાંચ દિવસ એટલે કે 14મી ફેબ્રુઆરી સુધી લઘુતમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. લઘુતમ તાપમાન યથાવત રહેશે. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, રવિવારે નલિયામાં સૌથી ઓછું લઘુતમ તાપમાન નોંધાયું હતું.
આ સાથે રાજકોટમાં 14.4 ડિગ્રી, ગાંધીનગરમાં 12.2, ડીસામાં 12.5, અમદાવાદમાં 14.9, વડોદરામાં 15.6 ડિગ્રી, સુરતમાં 18.6 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. અમદાવાદ અને તેની આસપાસનું આકાશ સ્વચ્છ રહેશે. આ સાથે હવામાન આગામી 24 કલાક સુધી 15 ડિગ્રીની આસપાસ રહેવાની આગાહી કરી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો:
- Trishul News Gujarati iPhone App