ભારત દેશ સનાતન ધર્મમાં માનનાર દેશ છે. ભારતમાં હિન્દુ-મુસ્લીમ દરેકને એક સમાન માનવામાં આવે છે. ત્યારે આજ રોજ આવું જ એક અનોખું ઉદાહરણ ગુજરાતમાંથી સામે આવ્યું છે. ગુજરાત યુનિવર્સિટી સંસ્કૃત વિભાગમાં અત્યાર સુધી કોઈ મુસ્લિમ મહિલાએ પીએચ.ડી નથી કર્યું. સલમા કુરેશી સંસ્કૃત સાથે પીએચ.ડી થનારી પ્રથમ મુસ્લિમ મહિલા બની છે. પુરાણોમાં નિરૂપિત શિક્ષણ પદ્ધતિ આ વિષય પર પોતાનો અભ્યાસ સંસ્કૃતમાં પૂર્ણ કર્યો છે. જે બદલ પીએચડીનું નોટીફિકેશન યુનિવર્સિટી તરફથી અપાયું હતું.
આ અંગે માહિતી આપતા યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર અને ગાઈડ અતુલ ઉનાગરે જણાવ્યું હતું કે, “1964થી સંસ્કૃત વિભાગ ચાલે છે. જેમાં સલમા કુરેશી સિવાય કોઈ મુસ્લિમ આજ સુધી આ વિષયમાં પીએચ.ડી માટે એડમિશન નથી લીધું. ગુજરાતમાં એક જ મુસ્લિમ મહિલાએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીથી પીએચ.ડી કર્યુ છે. સૌથી પ્રાચીન ભારતીય ભાષા સંસ્કૃતનું મહત્વ ઘટતું જાય છે ત્યારે બીજી તરફ સંસ્કૃતનું મહત્વ સમજીને અમરેલી જિલ્લાની મુસ્લિમ વિદ્યાર્થિનીએ આ અભ્યાસ કર્યો છે જે ગૌરવની વાત છે. તે સંસ્કૃત સારું બોલે પણ છે.”
સલમા કુરેશીએ જણાવ્યું કે, “મને ગીતા, પુરાણો, ધર્મ ગ્રંથો વાંચવાનો પહેલાથી જ શોખ હતો જેથી સ્કૂલથી જ મેં આ વિષયમાં પીએચ.ડી થવાનું નક્કી કરી લીધું હતું. આ ઉપરાંત વેદો અને પુરાણોની અંદર સૂચવેલી શિક્ષણ પદ્ધતિ વધારે ગમતી હતી એટલા માટે વિષય પણ એ જ પસંદ કર્યો. હું ભવિષ્યમાં સંસ્કૃતમાં પ્રોફેસર બનવા માંગુ છું જે માટે સંસ્કૃત બોલવાની પ્રેક્ટિસ પહેલાથી જ કરતી હતી. ભવિષ્યમાં બીજા લોકોને સંસ્કૃત ભાષાની પ્રેરણા આપી શકું તે માટે હજુ પણ વધુ પ્રેક્ટિસ કરવા માંગું છું.”
56 વર્ષમાં માત્ર 200 વિદ્યાર્થી જ સંસ્કૃતમાં પીએચડી થયા છે
ગુજરાતમાં યુનિવર્સિટીમાં 50થી વધુ વિદ્યાર્થીઓ અત્યારે સંસ્કૃતમાં પીએચ.ડી કરી રહ્યા છે. છેલ્લા 56 વર્ષથી આ વિભાગ ચાલે છે અત્યાર સુધી 200થી વધુ વિદ્યાર્થીઓ જ તેમાં પીએચ.ડી થયા છે. ગુજરાતની 10 જેટલી યુનિવર્સિટીમાં સંસ્કૃતમાં પીએચ.ડી થાય છે.
માસ્ટરમાં સલમાને ગોલ્ડ મેડલ
સલમા કુરેશીએ ભાવનગર યુનિવર્સિટીથી કોલેજ કરી છે જેમાં માસ્ટરમાં સંસ્કૃત વિષય સાથે તે યુનિવર્સિટી ગોલ્ડ મેડાલિસ્ટ પણ રહી ચૂકી છે. તેની કઝીન બહેન ફરીદા કુરેશી પણ તેને જોઈ ગાંધીનગરની કોલેજમાં જ સંસ્કૃત વિષય સાથે પીએચ.ડી કરી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle