ગુજરાતના આ વિસ્તારોમાં આગામી 24 કલાક સુધી વરસતો રહેશે કમોસમી વરસાદ; જાણો આગામી 7 દિવસ ગુજરાતમાં કેવું રહેશે વાતાવરણ…

Unseasonal rain forecast: રાજ્યમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે તો બીજી બાજુ હવામાન વિભાગે ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ભર ઉનાળે…

Unseasonal rain forecast: રાજ્યમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે તો બીજી બાજુ હવામાન વિભાગે ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ભર ઉનાળે કમોસમી કમઠાણની આગાહીના પગલે ખેડૂતોને ખેતી પાકને (Unseasonal rain forecast) લઈને ખુબ ચિંતા વ્યાપી છે.

ઉનાળામાં કમોસમી વરસાદ?
ગરમી સાથે આવનારા 24 કલાક સામાન્ય વરસાદ જોવા મળશે. જેમાં ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, પંચમહાલ દાહોદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

જ્યારે મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ જામનગર અને દ્વારકા, કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો છે.

24 કલાક માટે વરસાદની આગાહી
થન્ડર સ્ટ્રોમ એક્ટિવિટી કારણે ભેજનું પ્રમાણ વધતા સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ 30થી 40 કિમીની ઝડપે પવન પણ ફૂકાવા લાગશે.

વહેલી સવારથી ક્યાંક વાદળછાયું વાતાવરણ
તાપી જીલ્લાનાં વાતાવરણમાં પણ અચાનક પલ્ટો જોવા મળ્યો હતો. જીલ્લામાં વ્યારા તાલુકાનાં કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા હતા. વહેલી સવારથી જીલ્લામાાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. અચાનક આવેલા પલટાથી લોકોને ગરમીમાંથી આંશિક રાહત થવા પામી હતી.