સુરતમાં દબાણ હટાવવા જતા SMCની ટીમ અને લારીવાળા વચ્ચે ઘર્ષણ- જુઓ LIVE મારામારીનો વિડીયો

Surat News: રસ્તા પર લારી ગલ્લાના દબાણના લીધે ટ્રાફિક જામ થતો હોવાની મળતી અનેક ફરિયાદોના પગલે સુરત મહાનગર પાલિકાદ્વારા વિવિધ ઝોનમાં દબાણ હટાવવાની કામગીરી કરવામાં…

Surat News: રસ્તા પર લારી ગલ્લાના દબાણના લીધે ટ્રાફિક જામ થતો હોવાની મળતી અનેક ફરિયાદોના પગલે સુરત મહાનગર પાલિકાદ્વારા વિવિધ ઝોનમાં દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે, તેના ભાગરૂપે અડાજણ વિસ્તારમાં પાલિકાની ટિમ દબાણ(Surat News) હટાવવા ગઈ તે લારીને ટેમ્પોમાં ચડાવવા જતા મહિલાઓ પણ ટેમ્પામાં ચડી ગઈ હતી તે દરમિયાન એસએમસીની મહિલા કર્મચારીઓએ ફ્રુટ વેચનાર મહિલાઓને માર્યો લાકડીથી માર માર્યો હોવાના આક્ષેપો થઇ રહ્યા છે.

તેમજ પાલિકા અને વિક્રેતાએ એક બીજા સાથે ઝપાઝપી પણ કરી હતી અને એસએમસીની મહિલા ઢોરની જેમ લાકડી વડે માર મારી રહી હોવાનું પણ સામે આવ્યું છે જેના પગલે એક મહિલાનું માથું ફૂટી જતા તેને ઇજા પહોંચી હતી જે બાદ તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી હોવાનું સામે આવ્યું છે.ભારે ઘર્ષણની સ્થિતિ ઉભી થતાં પોલીસ બોલાવવાની ફરજ પડી હતી.જે બાદ પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પડયો હતો. એક સમયે બજારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બજારમાં દોડધામ અને ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા હતા.

છેલ્લાં કેટલાંક દિવસથી 0 રૂટ દબાણ નીતિ અમલમાં મુકવામાં આવી
શહેરના સ્માર્ટ સિટી બનાવવાની હોડમાં સુરત મનપા તંત્ર દ્વારા છેલ્લાં કેટલાંક દિવસથી 0 રૂટ દબાણ નીતિ અમલમાં મુકવામાં આવી છે. આ પોલિસી હેઠળ રસ્તાના કિનારા પર, ફૂટપાથ પર લારીઓ મુકી ખાણીપીણી, શાકભાજી કે અન્ય ચીજવસ્તુઓનું વેચાણ કરતા હોકર્સને દૂર ખસેડવામાં આવી રહ્યાં છે. ઝીરો દબાણ નીતિનો અમલ બરોબર થાય તે માટે સુરત મનપાએ પેટ્રોલિંગ ટીમ પણ બનાવી છે, જે રસ્તા પર સતત દોડતી રહે છે અને જ્યાં પણ લારી-ગલ્લાંનું દબાણ દેખાય તેને દૂર ખસેડે છે.

ફ્રુટ વેચતી ગરીબ મહિલાઓ અને પાલિકાની દબાણ ખાતાની ટીમ વચ્ચે ઝપાઝપી થઈ
આજે સવારે શહેરના અડાજણ વિસ્તારમાં રસ્તાના કોર્નર પર લારીઓ મુકી ફ્રુટનું વેચાણ કરતા હોકર્સને ખસેડવાની કામગીરી મનપાની દબાણ ખાતાની ટીમે હાથ ધર્યું હતું. ત્યારે ફ્રુટ વેચતી ગરીબ મહિલાઓ અને પાલિકાની દબાણ ખાતાની ટીમ વચ્ચે ઝપાઝપી થઈ હતી. ફ્રુટ વેચતી મહિલાઓ ખસવા તૈયાર નહોતી, તેથી દબાણ ખાતાની ટીમે તેમની લારીઓ ટેમ્પોમાં ચઢાવી જપ્ત કરી લેવાની કાર્યવાહી હાથ ધરી હતી.

મહિલાઓને લાકડીથી માર માર્યો
લારીઓ ઊંચકાઈ જતા મહિલાઓ લારી સાથે ટેમ્પોમાં ચઢી ગઈ હતી. ત્યારે પાલિકાની મહિલા કર્મચારીએ તે મહિલાઓને ટેમ્પોમાંથી નીચે ઉતારવા લાકડી ફટકારી હતી. મહિલાઓને લાકડીથી માર માર્યો હતો. આ મારપીટમાં પાલિકાની કર્મચારીની લાકડીનો ઘા માથા પર વાગતા એક મહિલાને લોહી નીકળવા માંડ્યું હતું. સામા પક્ષે મહિલાઓએ પણ પાલિકાની કર્મચારી પર હુમલો કર્યો હતો. તે મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ હતી. સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો છે.

વિડીયો થયો વાયરલ
વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે પાલિકાની મહિલા કર્મચારી અને ગરીબ મહિલાઓ વચ્ચે શાબ્દિક ટપાટપી થઈ રહી છે. પાલિકાની કર્મચારી લાકડીથી મહિલાઓને મારી રહી છે. એક મહિલાને લોહી નીકળી રહ્યું છે. તો એક મહિલા અર્ધ બેભાન અવસ્થામાં પહોંચી ગઈ છે.