ગુજરાતમાં એવો તો કેવો હાઇવે બન્યો કે, ઝીબ્રા ક્રોસિંગના કલર પીગળીને આવા થઈ ગયા

દરેક વર્ષે ગુજરાતના કોન્ટ્રાક્ટરો સરકાર સાથે ભળીને ખૂબ જ મોટા ગોટાળા ઓ કરે છે. આવા ગોટાળા કરીને તેઓ લાખો કરોડો રૂપિયા કમાય છે. ચોમાસામાં ધોવાતા રસ્તાઓ દિવાળીના સમયે ગરમી શરૂ થતાં જ પીગળવાના ચાલુ થઈ જાય છે. આવા માર્ગો બનાવવામાં હલકી ગુણવત્તા અને ડામરનો ઓછો વપરાશ ને કારણે થાય છે.

ચોમાસા પહેલા પહેલા જ બનાવેલા રોડ અને રસ્તાઓ ચોમાસાના પહેલા વરસાદમાં જ રસ્તા ઉપર ગાબડા પડી જાય છે. ત્યારબાદ કોન્ટ્રાક્ટરો ફરીથી ટેન્ડર બહાર પાડી ને પૈસા કમાય છે.

કહેવાય છે કે, હીટવેવ અને ખૂબ જ આકરી ગરમી ને કારણે રસ્તા પર ડામર પીગળી જાય છે. આવા દ્રશ્યો આપણે વર્ષોથી જોતા આવીએ છીએ. પણ આજે કંઈક નવું જ જોવા મળ્યું ડામરના રસ્તા પર નું પડ આખેઆખુ માર્ગ ઉપરથી ખસી ગયું.

ગુજરાતના સિનોર-સેગવા રાજ્ય ધોરી માર્ગ પરના આ અજીબોગરીબ કિસ્સામાં અઢી ફૂટ ડામરનું પડ આગળ વધી ગયું છે.અહી એક તરફ શાળા અને બીજી તરફ હોસ્પિટલ આવેલી છે તે બંને વચેના ઝીબ્રા ક્રોસિંગ છે તે અઢી ફૂટ આગળ વધી ગયું છે.

આ ઝીબ્રા ક્રોસિંગ માં 9 પટ્ટા પાડવામાં આવ્યા છે. આ પટ્ટાની એક બાજુ આગળ વધી જતાં ગ્રામજનો આશ્ચર્ય ફેલાયું છે. આ ગામના કેટલાક લોકો આ ઘટનાને કુદરતી ઘટના સાથે જોડી રહ્યા છે અને બીજા લોકો ચમત્કાર ગણાવી રહ્યા છે. અહીંથી પસાર થતાં વાહનચાલકો આ આગળ વધી ગયેલા ફોટા ને જોઈને ચોંકી જાય છે.

જોકે, આ સમગ્ર ઘટના પાછળ ભ્રષ્ટાચાર અને રોડ બનાવવામાં ઉતારેલી વેઠ જ કારણભૂત છે. જે સ્થળે આ ઘટના બની છે ત્યાં ઢાળ છે, એટલે માર્ગ બનાવતા સમયે વ્યવસ્થિત પુરાણ, દબાણ, પેચવર્ક અને ડામર કામ નહીં કરાયું હોવાથી ભારે વાહનો લગાતાર પસાર થતા ભારે ગરમીમાં ડામરનો ભાગ આગળ વધી ગયો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *