ગરમી, પવન, આંધી, વરસાદ: એપ્રિલની શરૂઆતમાં અહીં વરસાદ વરસશે; અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી

Gujarat Rain Prediction: રાજ્યમાં ઉત્તર ઉત્તરપૂર્વના પવનો ફૂંકાતાની સાથે જ મહત્તમ તાપમાન વધી રહ્યું છે. કાળઝાળ ગરમીના કારણે લોકો કાળઝાળ ગરમીનો (Gujarat Rain Prediction) અહેસાસ કરી રહ્યા છે. આગામી ચાર દિવસમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધી જશે અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવનો ફૂંકાશે જેના કારણે અકળામણ અનુભવાશે. રાજ્યમાં મહત્તમ તાપમાન 38થી 40 ડિગ્રીએ પહોંચ્યું છે.

વાદળછાયું વાતાવરણ અને ક્યાંક છાંટા પડી શકે છે
ગરમી ધીમે-ધીમે વધતી જશે. 24મી માર્ચ સુધીમાં ગુજરાતમાં મહત્તમ તાપમાન 38થી 41 ડિગ્રી રહેવાની શક્યતાઓ રહેશે. 29 માર્ચથી એપ્રિલની શરૂઆત સુધીમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રીથી 43 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતાઓ છે.

એપ્રિલ મહિનાની શરૂઆતમાં હવામાનમાં પલટો આવશે. 29 માર્ચથી એપ્રિલના શરૂઆત સુધીમાં ઉત્તર પૂર્વ ગુજરાત, કચ્છના ભાગોમાં છાંટા પડવાની શક્યતાઓ રહેશે. મધ્ય પ્રદેશના અને ગુજરાતના નજીકના ભાગો અને દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ અને ક્યાંક છાંટા પડી શકે છે.

22 મેથી 4 જૂન વચ્ચે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા
19 એપ્રિલથી ફરી હવામાનમાં પલટો આવી શકે અને વાદળછાયું વાતાવરણ આવી શકે છે. 20 એપ્રિલથી ગરમી વધતી જાય અને 26 એપ્રિલથી કાળજાળ ગરમી પડવાની શરૂ થઈ શકે છે. ગુજરાતના ભાગમાં 42થી 45 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતાઓ છે.

10થી 14 મેમાં ભારે આંધી-વંટોળ અરબ દેશો તરફથી આવે અને કાચા છાપરાના પતરા ઉડી જાય તેવા પવનની ગતિ રહી શકે છે. મહત્તમ તાપમાન રાજ્યના કેટલાક ભાગોમાં 46 ડિગ્રી રહેવાની શક્યતાઓ છે. 22 મેથી 4 જૂન વચ્ચે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ છે. આ વખતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા આવ્યા છે. ત્યારે ગરમીના કારણે હિમાલયના ગ્લેશિયર પીગળવાની શક્યતાઓ રહેશે.