ગુજરાતના માથે મેઘરાજાની ઘાત! હજુ 7 દિવસ રાજ્યમાં થશે જળબંબાકાર- સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી

Gujarat Weather Forecast: હવામાન વિભાગે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, જેમાં અનેક ભાગોમાં અત્યંત ભારે વરસાદ યથાવત રહેવાની શક્યતાઓ પણ વ્યક્ત કરી છે. આવનારી તારીખ 26 જુલાઈ સુધી રાજ્યમાં વરસાદ રહેવાની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. વરસાદ સાથે(Gujarat Weather Forecast) પવનનું જોર રહેવાની પણ સંભાવનાઓ વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્રમાં થઈ રહેલા ભારે વરસાદના કારણે હવે લોકો ચિંતામાં મૂકાયા છે. ખેડૂતો પણ વરસાદ ખમૈયા કરે તેવી આશા રાખી રહ્યા છે.

હવામાન વિભાગે ગુજરાતમાં હજુ પણ વરસાદનું જોર યથાવત રહેશે તેવી સંભાવનાઓ વ્યક્ત કરી છે. રાજ્યમાં વરસાદ યથાવત રહેવાની શક્યતાઓ વચ્ચે સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે અને ક્યાંક અત્યંત ભારે વરસાદની શક્યતાઓ ચિંતા વધારી છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત તથા ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં પણ વરસાદનું જોર જોવા મળવાની આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગે અમદાવાદમાં પણ વરસાદ રહેવાની શક્યતાઓ પણ વ્યક્ત કરી છે.

અમદાવાદ હવામાન કેન્દ્રના ડિરેક્ટર ડૉ. મનોરમા મોહંતીએ ગુરુવારે હજુ 7 દિવસની આગાહી કરીને જણાવ્યું છે કે, રાજ્યમાં વરસાદ રહેવાની સંભાવના છે, હળવાથી સામાન્ય વરસાદ તમામ જિલ્લાઓમાં રહેવાની શક્યતાઓ સાથે ભારેથી અતિભારે અને અત્યંત ભારે વરસાદ રહેવાની પણ સંભાવનાઓ વ્યક્ત કરી છે.

હવામાન વિભાગે આજે એટલે કે તારીખ 21 જુલાઈ ના રોજ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે, જેમાં કેટલાક ભાગોમાં અત્યંત ભારે વરસાદ થવાની શક્યતાઓ પણ વ્યક્ત કરી છે. આજના દિવસ માટેની આગાહીમાં રાજ્યના વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે અને અત્યંત ભારે વરસાદ થવાની શક્યતાઓ પણ વ્યક્ત કરી છે. રાજ્યના સુરત, ડાંગ, નવસારી તથા સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે.

આના સિવાય ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી સહિત આણંદ, વડોદરા, ભરૂચ અને તાપીમાં ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, જુનાગઢ, ગીર સોમનાથ તથા બોટાદમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ પણ વ્યક્ત કરી છે. હવામાન વિભાગે આજે વરસાદની આગાહી કરીને વીજળીના કડાકા થવાની અને પવનની ગતિ 30-40 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની શક્યતાઓ પણ વ્યક્ત કરી છે.

ગુરવારે ડૉ. મોહંતી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આવનારા 4-5 દિવસ માટે માછીમારોને પણ ચેતવણી આપવામાં આવી છે અને દરિયો ખેડવાની મનાઈ છે. દરિયો તોફાની રહેવાની શક્યતાઓ સાથે ભારે પવન ફૂંકાઈ શકે છે. ગુજરાતના ઉત્તર તથા દક્ષિણના દરિયાકાંઠાના ખેડૂતોને માછીમારી માટે જવાની મનાઈ ફરવામાં આવી છે.

તારીખ 26મી જુલાઈ સુધી રાજ્યમાં વરસાદ યથાવત રહેવાની સંભાવના હવામાન વિભાગે દ્વારા વક્ત કરવામાં આવી છે, વરસાદી સિસ્ટમ ગુજરાત પર એક્ટિવ હોવાથી સમગ્ર રાજ્યમાં ઓછા વધતા પ્રમાણમાં વરસાદ પડી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *