ઇતની ખુશી પહલે કભી નહિ દેખી..! ગુજરાતી યુવકે ડિવોર્સની ખુશીમાં કર્યું દાન

Gujarati youth donated in happiness of divorce: એક સમય એવો હતો જયારે દંપતી છુટાછેડા જેવી બાબતો પર દુખી થતુ હતું, દંપતીની સાથે સાથે પરિવારજનો પણ…

Gujarati youth donated in happiness of divorce: એક સમય એવો હતો જયારે દંપતી છુટાછેડા જેવી બાબતો પર દુખી થતુ હતું, દંપતીની સાથે સાથે પરિવારજનો પણ દુખી થતુ હતું. પરંતુ અત્યારે એવો સમય આવ્યો છે કે, લોકો છુટાછેડાની ખુશી મનાવતા થયા છે.(Gujarati youth donated in happiness of divorce) આપણે એવા કિસ્સા સાંભળ્યા જ છે જેમાં છુટાછેડા બાદ યુવતી ફોટો શૂટ કરે છે અને જશન બનાવતી હોય છે.

ત્યારે આવો વધુ એક કિસ્સો ગુજરાત માંથી સામે આવ્યો છે. ઉત્તર ગુજરાતમાં આવેલ ચાણસ્મામાં રહેતા એક યુવકે પોતાના છુટાછેડાની કઈક અનોખી રીતે જ ઉજવણી કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ચાણસ્મામાં એક યુવકે છુટાછેડા થતા ખુશીમાં સ્થાનિક પાંજરાપોળમાં દાન કર્યુ હતું.

ગુજરાત રાજ્યના પાટણ જિલ્લામાં આવેલા ચાણસ્માનો આ કિસ્સો છે. ચાણસ્મામાં રહેતા વિપુલકુમાર રમેશભાઇ રાવળ નામના યુવકના છૂટાછેડા થયા હતા. ત્યારે આ યુવકે છૂટાછેડા થયા હોવાથી દુખને બદલે ખુશી મનાવી હતી. વિપુલકુમારએ ખુશીમાં તેણે જીવદયા પેટે રૂપિયા 750 રૂપિયાની પાવતી ફડાવી હતી. કદાચ આવો છૂટાછેડાની ખુશીનો પ્રથમ કિસ્સો ગુજરાતમાં જોવા મળ્યો હતો. હાલ છુટાછેડાની દાનની પાવતી સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઈ છે.

આ નવામાં છુટાછેડા પર ઉજવણી કરવી એ એક ટ્રેન્ડ બની ગયો છે. ડિવોર્સ લેવા પર હવે લોકો પાર્ટી કરી રહ્યા છે. આપણે અનેક એવી તસવીરો જોઈ છે જેમાં છુટાછેડા બાદ કાગળો ફાડતા જોવા મળે છે અથવા તો લગ્નની તસવીરો ફાડતા અનેક વીડિયો શેર કરે છે. ત્યારે હવે એ સમય હયો, જ્યાં લોકો છુટાછેડા થવા પર દુખી થતા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *