ગુજરાત ભરમાં મેઘરાજાની જમાવટ: આગામી 24 કલાક સાચવજો… – હવામાન વિભાગની આગાહીથી લોકોમાં મચ્યો હાહાકાર

Gujarat weather forecast 30 June 2023: હવામાન વિભાગે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે, જેમાં દક્ષિણ ગુજરાત,અમદાવાદ તથા સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓનો સમાવેશ થાય છે. હાલ ત્રણ સિસ્ટમની અસર ગુજરાત (Gujarat weather forecast) પર થઈ રહી છે અને બે દિવસ પછી વરસાદના જોરમાં ઘટાડો થવાની સંભાવનાઓ છે. હવામાન વિભાગે વરસાદના કારણે તાપમાનમાં ઘટાડો થયો હોવાનું પણ જણાવ્યું છે.

આજે એટલે કે તારીખ 30 જૂને દક્ષિણ ગુજરાતના વલસાડ, નર્મદા, તાપીમાં ભારેથી અતિભારે વરસાદ રહેવાની સંભાવનાઓ છે. જ્યારે કાલથી તારીખ 1 લઈ જુલાઈએ એટલે કે ભારે આગામી 24 કલાક રાજ્યમાં ભારે વરસાદની સંભાવનાઓ છે. સૌરાષ્ટ્ર કચ્છ સિવાયના રાજ્યના અન્ય ભાગોમાં કે 2-3 જુલાઈએ ભારે વરસાદની આગાહી નથી, કારણ કે જે વરસાદ આપતી સિસ્ટમ છે તે નબળી પડી જશે.

30મી જૂન માટે સૌરાષ્ટ્રની આગાહી કરીને ડો મનોરમા મોહંતી કહ્યું છે કે, સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. જ્યારે અહીં પણ જુલાઈની શરુઆતથી અહીં વરસાદનું જોર ઘટવાની આગાહી કરવામાં આવી છે. 2-3 જુલાઈથી ભારે કે અતિભારે વરસાદની વોર્નિંગ નથી.

તેમને વધુમાં જાણવ્યું છે કે, આવનાર 24 કલાક માં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સામન્ય વરસાદની પડી શકે તેવી સંભાવના વ્યકત કરી છે.લો પ્રેશર અને સાયક્લોનિક સરક્યુંલેશન થી ઓછો વરસાદ પડી શકે છે.જેની ઉપર ત્રણ સિસ્ટમની અસર ગુજરાત પર થઈ રહી છે.

જેમાં અમદાવાદ શહેર માટે સતત વિવિધ તબક્કામાં વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં આવેલા નવસારી,ડાંગ,તાપી,નર્મદા,ભરૂચ અને અમદાવાદના આણંદમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

જેમાં અમદાવાદ શહેર માટે સતત વિવિધ તબક્કામાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અને આગામી 24 કલાકમાં સામાન્ય વરસાદ પડી શકે તેવી આગાહી ડો મનોરમા મોહંતી દ્વારા કરવામાં આવી છે.

અને તેને વધુમાં જાણવાયું છે કે, હાલ અત્યાર સુધી પડવો જોઈએ એના કરતાં રાજ્યમાં 107 % વધુ વરસાદ પડી ચુક્યો છે. અને બીજું તેને જણાવ્યું છે કે, અત્યાર સુધી 110 ટકા વરસાદ પડવો જોઈએ જેનાથી વધુ પડ્યો

દક્ષિણ ગુજરાતથી કેરળ સુધીની સિસ્ટમ, દક્ષિણ ગુજરાતમાં બનેલી આ સિસ્ટમ અને મધ્યપ્રદેશમાં બનેલી સિસ્ટમની અસરથી પણ ગુજરાતમાં વરસાદ થઈ રહ્યો છે. આ સિસ્ટમની અસર નબળી પડવાથી વરસાદનું જોર ઘટવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *