ગુજરાતભરમાં બારે મેઘ થશે ખાંગા: અગામી 5 દિવસ મેઘરાજા બતાવશે રૌદ્રસ્વરૂપ- અંબાલાલ પટેલની મોટી આગાહી 

Ambalal Patel Forecast: ગુજરાતીઓ માટે આવનાર કેટલાક દિવસો વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, રાજકોટ, સુરત અને ભાવનગર સહિતનાં અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો જાણો ક્યાં અને કેટલો પડશે વરસાદ.

ગુજરાતીઓ માટે આવનારા 2 દિવસ ખૂબ જ ભારે રહી શકે છે. ગુજરાતમાં 2 દિવસ ભારથી અતિભારે વરસાદ પડી શકે છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે પણ આગાહી કરતા જણાવ્યુ છે કે, ગુજરાતમાં આવનારા 48 કલાક મેઘ તેનું રૌદ્ર રૂપ બતાવશે.

Gujarat અમુક જિલ્લામાં વરસાદી માહોલ યથાવત

જૂન મહિનામાં અંતમાં તો વરસાદ પડશે જ પણ ત્યાર પછી જુલાઈની તારીખ 4 અને 5 બને દિવસ ભારેથી અતિભારે વરસાદ રહેશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.બારે મેઘ ખાંગા થવાની શક્યતા રહેશે.તેમણે વધુમાં જણાવ્યુ કે, ઉત્તર, મધ્ય અને પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.આની સાથે દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં આહવા, ડાંગ, વલસાડ, નવસારી, સુરતમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે. જ્યારે કચ્છમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા જોવા મળી રહી છે.

1 જુલાઈથી વરસાદની તીવ્રતા થોડીક ધીમી થઈ શકે છે પરંતુ તે યથાવત રહેશે અને છૂટાછવાયા વિસ્તારોમાં વત્તા ઓછા અંશે વરસાદ પડતો રહેશે.

અંબાલાલે વધુમાં (Ambalal Patel Forecast) જણાવ્યુ છે કે, મહેસાણામાં ભારેથી અતિભારે વરસાદ થઇ શકે અને અહીંની નદીઓમાં પૂરની પણ સ્થિતિ સર્જાઇ શકે. મધ્ય ગુજરાતના ભાગોમાં ફરીથી ભારે વરસાદ થઇ શકે. અમદાવાદ અને ગાંધીનગર સુધી ભારે વરસાદની શક્યતા રહેશે. પંચમહાલમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે.

તાપી જિલ્લામાં છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે, જેને લઈને હવામાન વિભાગે ઘણા જીલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. તાપી જિલ્લાના જુદા જુદા તાલુકામાં ઠેર ઠેર પાણી ભરાવાના કિસ્સા સામે આવી રહ્યા છે ત્યારે વ્યારાના કણજા ફટકા પાસે આવેલ રેલ્વે અંડર પાસ માં ઢીચણસમાં પાણી ભરાતા રાહદારઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

અંબાલાલ પટેલની હજુ ભારેથી અતિભારે વરસાદ થવાની પણ આગાહી કરી છે અને આગામી 4-5 દિવસ માટે હવામાન વિભાગની પણ આગાહી છે. જુલાય મહિનામાં વરસાદ ચાલુ જ રહેશે અને આખરે 23 ઓગસ્ટથી વરસાદનું જોર ઘટશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *