Gujarat weather forecast: રાજ્યમાં હવે શિયાળો વિદાય લઈ રહ્યો છે અને ધીમે ધીમે તાપમાનનો પારો 35 ડિગ્રી(Gujarat weather forecast) સુધી પહોંચી ગયો છે.જે માર્ચના અંત સુધીમાં ગરમીનો પારો આસમાને પહોંચશે.મહત્તમ તાપમાન વધીને 40 ડિગ્રી સુધી પહોચી શકે છે.જેને પગલે લોકોએ અસહ્ય ગરમીનો સામનો કરવા તૈયાર રહેવું પડશે. સૌરાષ્ટ્રમાં પણ આકરી ગરમી પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
આવતીકાલથી તાપમાન 2 થી 3 ડિગ્રી વધશે
રાજ્યમાં આવતીકાલથી તાપમાન 2 થી 3 ડિગ્રી વધશે. જેના કારણે લોકોને ગરમીનો વધુ અહેસાસ થશે. અમદાવાદની વાત કરવામાં આવે તો તાપમાનનો પારો 38 ડિગ્રી સુધી પોહચી શકે છે. તો હાલ રાજ્યમાં પવનની દિશા ઉત્તર પશ્ચિમથી ઉત્તર તરફની છે. જો રાજ્યનું તાપમાન જોઈએ તો સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નલિયામાં 14 ડિગ્રી નોંધાયુ અને સૌથી વધુ મહત્તમ તાપમાન સુરતમાં 35.2 ડિગ્રી નોંધાયુ છે. જે બાદ સુરેન્દ્રનગરમાં 34.7 અને બાદમાં અમદાવાદમાં 34.5 તાપમાન વધુ નોંધાયું છે.
ગરમીનો પારો વધીને 40 ડિગ્રી સુધી પહોચશે
આ સપ્તાહમાં હવામાન શુષ્ક રહેશે. વરસાદનું હાલ કોઇ અનુમાન નથી. તાપમાનની વાત કરીએ તો આગામી પાંચ દિવસમાં લઘુત્ત્મ અને મહત્ત્મ તાપમાનના પારામાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો નોંધાશે.પવનની દિશા ઉત્તર-પૂર્વ-ઉત્તર હોવાથી ગરમીમાં વધારો થવાની રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આ મહિનાના અંત સુધીમાં ગરમીનો પારો વધીને 40 ડિગ્રી સુધી પહોચશે જેને કારણે કાળઝાળ ગરમીમાં લોકોએ શેકાવું પડશે.આ સાથે જ સૌરાષ્ટ્ર, દીવ, દમણ, દાદરા નગર હવેલી તથા રાજ્યના બાકીના વિસ્તારોમાં હવામાન સુકૂ રહેવાની આગાહી કરવામાં આવી છે.
અંબાલાલ પટેલે આપી આ આગાહી
તો બીજી બાજુ અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, ‘માર્ચ અને એપ્રિલમાં એક ધારો પવન ફૂંકાશે, પવનની ગતિના સપાટા વધુ રહેશે. આ વખતે મે મહિનામાં અરબ દેશમાંથી ઉડતી રજકણોના કારણે આંધીનુ પ્રમાણ વધુ રહેશે. કાળી આંધી કહેવામાં આવે તેની શરુઆત પશ્ચિમ પાકિસ્તાનના ભાગમા થઇને કચ્છના ભાગમાં થઇ દેશના ભાગોમા આ આંધી સક્રિય થઇ જશે. આ આંધી અને વંટોળનુ પ્રમાણ મોટા ભાગના આ વર્ષમાં જણાશે.’
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી પાંચ દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં બે ડિગ્રી સુધીનો વધારો થવાના સંકેતો છે. જ્યારે લઘુત્તમ તાપમાનમાં ત્રણ ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે. છેલ્લા કેટલાક દિવસોથી તાપમાન સામાન્ય કરતા નીચું છે, પરંતુ આગામી પાંચ દિવસમાં ગરમી ઝડપથી વધવાની આશંકા છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App