ગુજરાતમાં નબળુ પડ્યું ચોમાસું: વરસાદ ગાયબ થતા જ પરેશ ગોસ્વામીએ કરી ચોંકાવનારી ભવિષ્યવાણી

Gujarat Weather Update: હવામાન વિભાગ દ્વારા આજે સવારે જાહેર કરેલા આગાહીના નોટિફિકેશન મુજબ આગામી 3 કલાકમાં મહિસાગર, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, અમદાવાદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ(Gujarat Weather Update) થઈ શકે છે.

અતિભારે વરસાદની શક્યતા ખૂબ ઓછી
ગુજરાતમાં હાલ એક સાયક્લૉનિક સર્ક્યુલેશન બનેલું છે અને તેની અસર રાજ્યના કેટલાક વિસ્તારોમાં થાય તેવી સંભાવના છે. આ સિસ્ટમ હાલ દક્ષિણ ગુજરાત પર છે, જેથી તેની આસપાસના વિસ્તારોમાં થોડો વરસાદ થવાની સંભાવના દેખાઈ રહી છે.દક્ષિણ ગુજરાત તથા મધ્ય ગુજરાતમાં છૂટોછવાયો હળવોથી મધ્યમ પ્રકારનો વરસાદ આગામી સાત દિવસ સુધી પડતો રહે તેવી સંભાવના છે. જ્યારે આગામી ત્રણ ચાર દિવસ સુધી સૌરાષ્ટ્ર, કચ્છ તથા ગુજરાત રીજનમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે. જોકે, ભારેથી અતિભારે વરસાદની શક્યતા ખૂબ ઓછી છે.

આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં વરસાદની શક્યતા
હવામાન વિભાગ દ્વારા આજે સવારે જાહેર કરેલા આગાહીના નોટિફિકેશન મુજબ આગામી 3 કલાકમાં મહિસાગર, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, અમદાવાદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે.

ધીમે-ધીમે વરસાદનું પ્રમાણ ઘટી જશે
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રે કરેલી આગાહી પ્રમાણે ગુજરાતમાં હવે ધીમે-ધીમે વરસાદનું પ્રમાણ ઘટી જશે અને કેટલાક વિસ્તારોમાં વરસાદ સાવ બંધ થઈ જાય તેવી સ્થિતિ દેખાઈ રહી છે. સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં 16 ઑગસ્ટથી જ વરસાદનું પ્રમાણ ઘટવાની શરૂઆત થઈ જશે.

જોકે, વરસાદ સંપૂર્ણ બંધ નહીં થઈ જાય પરંતુ છૂટોછવાયો વરસાદ પડશે અને એ પણ હળવો વરસાદ હશે. આગામી સાત દિવસ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની શક્યતા ખૂબ ઓછી છે. જે બાદ 20 ઑગસ્ટની આસપાસથી સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ ખૂબ ઘટી જશે અને ઘણા વિસ્તારોમાં વરસાદ સાવ બંધ થઈ જાય તેવી સંભાવના દેખાઈ રહી છે. એટલે કે ઘણા વિસ્તારોમાં તડકો નીકળવાની સંભાવના છે.