3 દિવસ બાદ ફરી ગુજરાતમાં વધશે ઠંડીનું જોર; જાણો હવામાન વિભાગની આજની લેટેસ્ટ આગાહી

Gujarat Cold Forecast: હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલ રાજ્યમાં ઠંડીનું જોર યથાવત ચાલી રહ્યું છે. ત્યારે રાજ્યના નલિયામાં સૌથી ઓછું એટલે કે 9 ડીગ્રી આસપાસ (Gujarat Cold Forecast) તાપમાન નોંધાયું છે. જેમાં અમદાવાદ અને ગાંધીનગરમાં 15 ડિગ્રી આજુબાજુ તાપમાન નોંધાયું છે. તે ઉપરાંત ડીસા 12.4 ડિગ્રી, ભુજ 12.6 ડિગ્રી આસપાસ તાપમાન રહ્યું છે.

હજી ઠંડીનો વધુ અહેસાસ થશે
રાજ્યના અનેક શહેરોની વાત કરવામાં આવે તો બીજા શહેરમાં 12 થી 15 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું છે. ત્યારે પવનના કારણે પણ ઠંડીનો વધુ અહેસાસ થયો હોવાનું હવામાન વિભાગ દ્રારા જાણવામાં આવ્યું છે. જોકે હાલ ઉત્તર પૂર્વથી પવન ફૂંકાઈ રહ્યા છે. જેને લઇ આવનારા દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધે તેવી શક્યતા હોવાનું હવામાન વિભાગે જાંણવામાં આવ્યું છે.

આગાહી દિવસોનું હવામાન
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આવનારા ત્રણ દિવસ બાદ ફરી ઠંડી વધે તેવી શકયતા જોવા મળી રહી છે. જેમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં ઠંડીના કારણે તાપમાનમાં ઘટાડો જોવા મળી શકે છે.

બપોરના સમયે ગરમી પણ પડી શકે છે
ગુજરાતમાં આજે ફરીથી ઠંડીનો ચમકારો વધ્યો છે. બંગાળની ખાડી તરફથી આવતા ભેજવાળા પવન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યના અમુક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. ત્યારે હવામાન વિભાગે ગુરુવારથી ત્રણ દિવસ ગુજરાતનાં અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ અને કરા પડવાની પણ આગાહી આપી છે. આ સાથે ગરમી વધવાની પણ આગાહી કરી છે.હાલ ગુજરાતમાં ઉત્તરથી ઉત્તર પૂર્વની દિશાના પવન ફૂંકાઈ રહ્યા છે. ત્યારે ગુજરાતમાં 24 કલાક શુષ્ક હવામાન રહેશે. જ્યારે બીજાથી પાંચમા દિવસે હળવાથી મધ્યમ વરસાદની સાથે વીજળીના કડાકાનું પૂર્વાનુમાન છે.