અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં અગામી 3 દિવસ પડશે વરસાદ, જાણો ક્યાં દિવસે ક્યાં પડશે વરસાદ

હાલ ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે વાતાવરણનો પણ કહેર વર્તાઈ રહ્યો છે. આ દરમિયાન ગઈકાલે રાત્રે અચાનક ગુજરાતના વાતાવરણમાં પલટો આવી ગયો હતો. જેમાં સૌરાષ્ટ્રભરમાં વીજળી સાથે અને વાવાઝોડા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. સાથે જ અમદાવાદમાં પણ મોડી રાત્રે વાવાઝોડાની અસર જોવા મળી હતી.

અંબાલાલ પટેલ દ્વારા ભારેથી-અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં હવામાન વિભાગના નિષ્ણાંત ગણાતા અંબાલાલ પટેલ (ambalal patel) હવામાનને લઈને સતત આગાહી કરતા રહે છે. જોકે, તેની આગાહીઓ મોટા ભાગે સાચી સાબિત થાઈ છે. આ વખતે પણ અંબાલાલ પટેલે ગુજરાતમાં કઈ તારીખે કયા વિસ્તારમાં વરસાદ થશે તેની આગાહી (Weather Forecast) કરી છે.

ગુજરાતમાં ગરમીમાં વધારો થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જે મુજબ, લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની આગાહી કરવામાં આવી છે. જે મુજબ, કચ્છ અને પોરબંદરમાં હીટવેવની આગાહી કરાઈ છે. તો અમદાવાદમાં પણ તાપમાન 43 ડિગ્રી રહી શકે છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવા વરસાદની પણ આગાહી કરાઈ છે.

1 મે એટલે કે, આજે દિવસ દરમિયાન ૪૩.૧ ડિગ્રી સાથે ડીસામાં સૌથી વધુ ગરમી નોંધાઇ હતી જ્યારે અમદાવાદમાં સતત ત્રીજા દિવસે ૪૨.૯ ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાનનો પારો રહ્યો હતો. રાજ્યમાંથી અન્યત્ર વડોદરામાં ૪૧.૪, સુરતમાં ૩૫.૬, રાજકોટમાં ૪૨.૩, ભાવનગરમાં ૩૮.૫, ભૂજમાં ૪૧.૪, સુરેન્દ્રનગરમાં ૪૨.૭, ગાંધીનગરમાં ૪૩, દીવમાં ૩૫.૨, વલ્લભ વિદ્યાનગરમાં ૪૧ ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું.

આ ઉપરાંત, અમદાવાદમાં ગત રાત્રે વાવાઝોડુ અનુભવાયું હતું. ચારેય તરફ ધૂળની ડમરીઓ ઉડી હતી. તો અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં તેની મોટી અસર જોવા મળી હતી. દક્ષિણ અને પૂર્વ વિસ્તારમાં પણ વાવાઝોડું અનુભવાયુ હતું. ધૂળની ડમરીઓ ઉડતા ગઈકાલે રાતે અમદાવાદમાં વાવાઝોડાની અસર વર્તાઈ હતી. ભારે પવન ફૂંકાતા અનેક ઠેકાણે નુકસાન થયેલુ જોવા મળ્યું. કોરોના ટેસ્ટ માટે ઉભા કરાયેલા ડોમ પણ જમીનદોસ્ત થયા હતા.

હવામાન વિભાગની આગાહી અનુસાર, શનિવારે બનાસકાંઠા-પાટણ-ડાંગ-વલસાડ-નવસારી-રાજકોટ-અમરેલી-જુનાગઢ-કચ્છ, રવિવારે કચ્છ-રાજકોટ-અમરેલી-જુનાગઢ વિસ્તારમાં વરસાદ પડી શકે છે. આ ઉપરાંત, સોમવારે બનાસકાંઠા-સાબરકાંઠા-રાજકોટ-અમરેલી-જુનાગઢ-ભાવનગર-કચ્છમાં વરસાદની સંભાવના રહેલી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યના વિવિધ વિસ્તારોમાં થન્ડરસ્ટોર્મ અને હળવો વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદના હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું કે, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતમાં તેની અસર થઈ શકે છે.

અરબી સમુદ્રમાં ભેજનું પ્રમાણ વધતા આ અસર થઈ રહી છે. તો ગઈકાલે રાત્રે રાજકોટ, અમરેલી, ભાવનગર, સાબરકાંઠા જિલ્લામાં પવન સાથે વરસાદ પડ્યો હતો. સાબરકાંઠા જિલ્લામાં વાતાવારણમાં પલટો આવ્યો હતો. દિવસભર ભારે ગરમી બાદ રાત્રે ભારે પવન ફૂંકાયો હતો. ગોંડલના અનેક ગામોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો.

દેરડી, રાણસીકી, મોટી ખિલોરી, ધારીના ગીરકાંઠાના સુખપુર, કાંગસા, જીરા, દુધાળા સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. કમોસમી વરસાદને પગલે સ્થાનિક નાળાઓમાં પાણી વહેતા થયા છે. મોટી ખિલોરી ગામે કરા સાથે વરસાદ પડ્યો હતો. આ વરસાદ ખેડૂતો માટે મોટું સંકટ લઈને આવ્યો છે. ખેડૂતોના તલ, લસણ, ડુંગળી સહિતના પાકોને વ્યાપક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ભર ઉનાળે ગાઢ ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. સાયક્લોનિક સરક્યુલેશનને કારણે વાતાવરણ પલટો આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *