અમદાવાદમાં નજીવી બાબતે ભાણીયાએ મામાના એવા હાલ કર્યા કે…

સમગ્ર ગુજરાતમાં ગુનાખોરીની ઘટનાઓએ ખુબ વેગ પકડ્યો છે ત્યારે નજીવી બાબતમાં પણ એક બીજા વ્યક્તિ સાથે ધાક-ધમકીઓ, મારા-મારી, ખૂન-ખરાબા કરવામાં આવી રહ્યા છે. ત્યારે હાલમાં…

સમગ્ર ગુજરાતમાં ગુનાખોરીની ઘટનાઓએ ખુબ વેગ પકડ્યો છે ત્યારે નજીવી બાબતમાં પણ એક બીજા વ્યક્તિ સાથે ધાક-ધમકીઓ, મારા-મારી, ખૂન-ખરાબા કરવામાં આવી રહ્યા છે. ત્યારે હાલમાં જ એક અમદાવાદનો કિસ્સો સામે આવ્યો છે, ચાલો જાણીએ સમગ્ર ઘટના વિશે…

સમગ્ર ગુજરાતમાં લુખ્ખાગીરી, ધાક-ધમકી, મારા-મારી જેવી ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે અમદાવાદમાં પણ એક ઘટના બની છે, આ ઘટનામાં નજીવી બાબત પર હુમલો કરવામાં આવ્યો હતો. પણ આવી જીવલેણ હુમલાની ઘટના હવે તો સામાન્ય થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે અમદાવાદના જમાલપુર ચોકડી પાસે ગઈ કાલે નજીવી બાબતમાં યુવાન પર એક શખ્સે લાકડાના ડંડા વડે હુમલો કર્યો હતો, ત્યારે તે યુવાનને માથા પર ગંભીર ઈજા પણ પહોચી હતી. આ ઘટનાને કારણે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ હતી. પોલીસે પોતાની તપાસ તેજ કરી છે.

જમાલપુર ચોકડી પાસે શાકભાજીની લારી ચલાવતા સલમાન ભાઈ શેખની બહેરામપુરા વિસ્તારમાં રહેતા શોએબ શેખ નામની વ્યક્તિ સાથે બોલાચાલી થઈ હતી. લારી ચલાવતા સલમાન ભાઈ થોડા દિવસ પહેલા મામા બન્યા હતા. જેને કારણે શોએબે સલમાનભાઈ પાસે પાર્ટી માંગી હતી. પરંતુ સલમાન ભાઈ પાસે પૈસા ન હોવાને કારણે તેમને પાર્ટી આપવાની ના કહી હતી. ત્યારે પાર્ટી આપવાની ના પડતા શોએબ પોતાની ભાન ભૂલ્યો અને તેમને ગુસ્સામાં આવી ક્યાંકથી લાકડાનો દંડો લઇ આવ્યો અને તેમને સલમાન ભાઈને માથાના ભાગમાં જોરદાર હુમલો કર્યો હતો. જેથી સલમાન ભાઈના માથામાંથી લોહી નીકળવા લાગ્યું હતું.

આજુબાજુમાં રહેલા લોકોએ સમગ્ર ઘટના લાઇવ જોયા બાદ પરિસ્થિતિ વધુ ખરાબ ન થાય તે માટે આજુબાજુના લોકો સલમાન ભીની મદદ માટે દોડી આવ્યા હતા. ત્યારે આરોપી શોએબ ઘટના સ્થળેથી ભાગી ચુક્યો હતો. આ સમગ્ર ઘટનાને લઈને સલમાનભાઈએ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં આરોપી શોએબ સામે ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે પોતાની તપાસ તેજ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *