Ambalal Patel’s prediction in Gujarat: ગુજરાતમાં ઘણા સમયથી વરસાદે આરામ લેતા ખેડૂતો હવે મેઘરાજાની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. કારણ કે મગફળી, કપાસ, સહિતના પાકમાં હાલ પાણીની ખુબ જરૂરિયા ઉભી થઇ છે. આવી સ્થિતિ વચ્ચે ખેડૂતો માટે રાહતરૂપ આગાહી કરવામાં આવી છે. હવે રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં(Ambalal Patel’s prediction in Gujarat) છુટોછવાયો ક્યાંક ધીમીધારે તો ક્યાંક મુશળધાર વરસાદ વરશે તેવી હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્રારા આગાહી કરવામાં આવી છે. જોકે હાલ વરસાદી અંગે કોઈ સિસ્ટમ સક્રિય ન હોવાથી સામાન્ય વરસાદના ઝપતા દેખાઈ રહ્યા છે.
અમદાવાદ, ગાંધીનગર, દાહોદ, મહીસાગરમાં વરસાદ રહેશે
રાજ્યમાં છૂટાછવાયા વરસાદ અંગે હવામાન શાસ્ત્રી અંબાલાલ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેને લઈને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટાછવાયો વરસાદ પડે તેવા સંજોગો જોવા મળી રહ્યા છે. આજથી સુરત, નવસારી, વલસાડમાં સામાન્ય વરસાદ રહેશે. તેમજ તાપી, ભરૂચ, દમણમાં પણ વરસાદ માહોલ જોવા મળશે અને રાજકોટ, જૂનાગઢ, મોરબી, ભાવનગરના ખેડૂતોની પણ આતુરતાનો અંત આવી શકે છે.
બનાસકાંઠા, સાબરકાંઠા, મોડાસા, પાટણમાં રહેશે વરસાદ
હવામાન વિભાગની આગાહી અનુસાર અમરેલી, ગીર સોમનાથ, દ્વારકા,અમદાવાદ, ગાંધીનગર, દાહોદ, મહીસાગર અને બનાસકાંઠા, સાબરકાંઠા, મોડાસા, પાટણમાં પણ વરસાદ પડી શકે તેવી સંભવાન વ્યક્ત કરી છે. જણાવાયુ છે. એક બાજુ આગાહી અને બીજી બાજુ રાજ્યના અમુક શહેરોના વાતાવરણમાં પણ પલટો આવતા વરસાદ અંગે ખેડૂતોની આશા ફરી જીવંત થઈ છે.
અંબાલાલ પટેલે વધુમાં જણાવતા છે કે, ઓગસ્ટ મહિનાના અંતમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની સંભાવના રહેલી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની પણ શક્યતાઓ રહેલી છે. નર્મદા નદીના ઉપરવાસમાં વરસાદથી સરદાર સરોવર બંધમાં પાણીના અવાજમાં વધારો થશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube