રાજ્ય સરકારનું એકમ ગણાતું જીપીસીએલ કે જેને સોલાર પ્રોજેક્ટ પછી હાલ સમુદ્રના મોજાં આધારિત વીજ પાવર પ્લાન્ટની સ્થાપવા માટે કાર્યવાહી શરૂ કરી છે. જીપીસીએલ કંપની હાલ નફો કરી રહી છે અને તેમાં ગુજરાત સરકારનું 51 ટકા રોકાણ છે.
જીપીસીએલ અત્યારે ભાવનગરમાં લિગ્નાઇટ આધારિત 500 મેગાવોટનો વીજ પ્રોજેક્ટ ધરાવે છે. આ કંપનીએ સૌર અને પવન ઉર્જાના પોતાના પ્લાન્ટ ધરાવે છે. કંપનીએ શિકરપુરમાં વિન્ડમિલમાં 6 મેગાવોટની સ્થાપના પણ કરી છે. જમનવાડામાં 10.5 મેગાવોટ તેમજ ચારણકામાં 4.2 મેગાવોટની વિન્ડમિલની યોજના તૈયાર કરવામાં આવી છે.
એટલુ જ નહિ, કંપની પાસે ચારણકામાં 5 મેગાવોટનો સોલાર પ્રોજેક્ટ, જેએનએનએસએમના 10 મેગાવોટના સોલાર પ્રોજેક્ટ, 1 મેગાવોટનો સોલાર રૂફટોપ પ્રોજેક્ટ, 700 મેગાવોટનો રાધાનેસડા અલ્ટ્રા મેગા સોલાર પાર્ક, 500 મેગાવોટનો હર્ષદ સોલાર પાર્ક અને 1000 મેગાવોટનો ધોલેરા અલ્ટ્રા મેગા સોલાર પાર્ક શરુ કરવામાં આવ્યા છે. ધોલેરામાં 1000 મેગાવોટનો પ્રોજેક્ટ કંપનીનો મોટામાં મોટો પાર્ક બની રહ્યો છે. કંપની પાસે ભાવનગરમાં લિગ્નાઇટ ખાણ, ઘોઘા-સુરકા લિગ્નાઇટ ભંડાર અને વૈતરણી પશ્ચિમ કોલસા બ્લોક પણ આવેલા છે.
હાલ કંપનીએ સમુદ્રના મોજાં આધારિત વીજળીનો પ્રોજેક્ટ ચર્ચામાં આવ્યો છે. રાજ્ય સરકારની જાહેરાત પ્રમાણે, જીપીસીએલને આ યોજના માટે નોડલ એજન્સી તરીકેની નિયુક્તિ આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ કલ્પસર તેમજ સૌરાષ્ટ્ર દરિયાકિનારાના વિસ્તારોમાં સ્થાપવાની જાહેરાત કરવામાં આવેલી છે. હાલ કંપની સમુદ્રના મોજાં આધારિત વીજ પ્રોજેક્ટ માટે તૈયારી કરી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.