અંબાલાલ પટેલે કરી મોટી આગાહી: ગુજરાતમાં જૂૂન મહિનાની આ તારીખોમાં વરસાદ ભુક્કા બોલાવશે…

Ambalal Patel Predicts: વરસાદ આપતી સિસ્ટમ દક્ષિણ ગુજરાતથી મહારાષ્ટ્ર સુધી સ્પીડમાં પહોંચી ગઈ પરંતુ અહીં પહોંચ્યા પછી સિસ્ટમ ઠંડી પડી અને ગુજરાત (Ambalal Patel Predicts) સુધી પહોંચી શકી નહીં. આવામાં ગુજરાતે હજુ સારા વરસાદ માટે રાહ જોવી પડશે અને કેટલાક હવામાન નિષ્ણાતોનું માનવું છે કે નૈઋત્યનું ચોમાસું આવતા ગુજરાતને જૂન સુધી રાહ જોવી પડશે. આવામાં ગુજરાતમાં ગરમી, ઉકળાટ અને બફારો રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું કે, રાજ્યમાં આગામી ચાર દિવસ ગરમી રહેશે. ગરમી સાથે રાજ્યમાં હવાનું જોર પણ રહેશે.

અંબાલાલ પટેલે આપી આ આગાહી
અંબાલાલ પટેલની આગાહી મુજબ, 5 થી 9 જૂન વચ્ચે રાજ્યમાં અણધાર્યો વરસાદ રહેશે. રાજ્યના વિવિધ વિસ્તારમાં વરસાદી ઝાપટા પડશે. 10 જૂન સુધી મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં વરસાદ આવશે. તો 12 જૂન બાદ સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ રહેશે.

બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર સર્જાતાં ગુજરાતમાં સારો વરસાદ આવશે. 18 થી 30 જૂન વચ્ચે ગુજરાતમાં સારો વરસાદ આવશે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાવાને કારણે ગુજરાતમાં સારો વરસાદ પડવાની સંભાવના છે. જે ચોમાસાની મજબૂત શરૂઆતનો સંકેત આપે છે. આ આગાહી ખેડૂતો અને નાગરિકો માટે મહત્વની છે. જેઓએ વરસાદ અને ગરમીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તૈયારી કરવી જોઈએ .

હવામાન વિભાગે શું કહ્યું
હવામાન વિભાગની આગાહી મુજબ, ગુજરાતમાં સમયસર ચોમાસુ બેસવાનું છે. દક્ષિણ ભારતમાં સર્જાયેલી સિસ્ટમને કારણે વરસાદનું આગમન 15 જૂન કરતાં વહેલા થવાનું હતું, એની ગતિ હમણાં દક્ષિણ ભારતમાં હવે ધીમી પડી ગઈ છે. મહારાષ્ટ્રની આસપાસ જે સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય હતી એ હવે ધીમી પડી જતાં વરસાદની ગતિ દક્ષિણ ભારત તરફ ધીમી પડી ગઈ છે. આ કારણે ગુજરાત રાજ્યમાં વરસાદનું આગમન જે સમય કરતાં પહેલાં થવાનું હતું એ હવે સમય પર જ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

આજે 10 જિલ્લામાં વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આજે વાદળછાયા વાતાવરણ વચ્ચે 10 જિલ્લામાં વરસાદ ખાબકશે. આજે અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગ,વલસાડ, નવસારી,દમણ અને દાદરાનગર ,દાહોદ, છોટાઉદેપુર, નર્મદામાં વરસાદની આગાહી છે. આ વિસ્તારમાં આજે વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસી શકે છે. ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં આજે ખાસ કરીને ગાજવીજ સાથે વરસાદનું અનુમાન છે. ગુજરાતના 10 જિલ્લામાં છૂટછવાયો મધ્યમ વરસાદ વરસી શકે છે.