US Dunkyroot News: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજનો એક યુવક પોતાની પત્ની અને એક બાળક સાથે ગેરકાયદેસર અમરિકામાં ઘૂષણખોરી (US Dunkyroot News) કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં ડન્કી રૂટથી અમેરિકા પહોંચતા પહેલા યુવકનું મોત નીપજ્યું હતું. યુવકના મોત બાદ તેની પત્ની અને બાળક નિકારાગુઆ અટવાયા હોવાનું સામે આવ્યું છે. જ્યારે યુવકે પોતાની જમીન વેંચી અને એક કરોડથી વધુની રકમ એજન્ટને આપી હોવાનું સામે આવ્યું છે.
અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી કરવા મામલે વધુ એક ગુજરાતીનું મોત
અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી મામલે વધુ એક ગુજરાતી યુવકનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના મોયદ ગામના રહેવાસી દિલિપ પટેલ નામના યુવકે પોતાની પત્ની અને બાળક સાથે અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસણખોરી માટે એજન્ટોનો સહારો લીધી હતો.
મળતી માહિતી મુજબ, એકથી દોઢ મહિના પહેલા યુવકને નિકારાગુઆથી અમેરિકા પહોંચડવા માટે એજન્ટ દ્વારા ગોઠવણ કરવામાં આવી હતી. આ પછી યુવક તેની પત્ની અને બાળક સાથે રવાના થયો હતો. જો કે, નિકારાગુઆ ખાતે યુવકની તબિયત લથડતાં તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
પરિવારે સરકાર પાસે મદદની માંગ કરી
નિકારાગુઆમાં યુવકની સારવાર ચાલી રહી હતી. આ દરમિયાન હોસ્પિટલમાં ડાયાબિટિસની દવા ન મળતા યુવક કોમામાં જતો રહ્યો હતો અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું હતું. જ્યારે હવે યુવકનું મોત નીપજતાં મૃતક યુવકના પત્ની અને બાળક નિકારાગુઆ અટવાયા હોવાનું સામે આવ્યું છે.
જેમાં મૃતક યુવકનો પરિવાર સરકાર પાસે મદદની માગ કરી રહ્યું છે. બીજી તરફ, સમગ્ર મામલે પોલીસ ફરિયાદ ન થાય તે માટે એજન્ટો દ્વારા મૃતકની માતા પર દબાણ કરવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App