શાહરૂખ ખાન સાથે ફિલ્મોમાં ડેબ્યુ કરનાર આ દિગ્ગજ કલાકારનું નિધન- ફિલ્મ જગતમાં છવાયો માતમ

Sameer Khakhar Passed Away: ફિલ્મ જગતમાંથી વધુ એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. વાત કરવામાં આવે તો છેલ્લા ત્રણ દિવસમાં આ ત્રીજી દુઃખદ ભરી…

Sameer Khakhar Passed Away: ફિલ્મ જગતમાંથી વધુ એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. વાત કરવામાં આવે તો છેલ્લા ત્રણ દિવસમાં આ ત્રીજી દુઃખદ ભરી ખબર સામે આવી છે. ટીવી સિરિયલ અને ફિલ્મ જગતમાં ગુજરાતી રંગભૂમિના કલાકાર 70 વર્ષીય સમીર ખખ્ખરનું શ્વાસ સંબંધી બીમારીને કારણે નિધન થયું છે. અભિનેતા સમીર ખખ્ખરે મુંબઈ(Mumbai)ની બોરીવલી(Borivali)માં તેમના નિવાસ્થાને રાત્રે 10:00 વાગે અંતિમ શ્વાસ લીધા હતા.

મહત્વનું છે કે સમીર ખખ્ખરના પિતરાઈ ભાઈ ગણેશે આ વાતની પુષ્ટિ કરી છે. ગણેશ એ જણાવતા કહ્યું કે સમી છેલ્લા ઘણા સમયથી શ્વસન અને અન્ય તબીબી સમસ્યાઓથી પીડિત હતા. ગઈકાલે બપોરે તેમને શ્વસન સંબંધી સમસ્યા વધવાને કારણે બોરીવલીની એમએમ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. સમીરના અંતિમ સંસ્કાર બોરીવલીના બાભાઈ નાકા સ્મશાન ગૃહમાં કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતી રંગભૂમિના કલાકાર સમીર ખખ્ખર 90 ના દાયકામાં આવેલ ટીવી સિરિયલ નુક્કડમાં ‘ખોપડી’ પાત્ર થી ખૂબ જ લોકપ્રિય બન્યા હતા. 9 ઓગસ્ટ 1952માં જન્મેલ સમીર ખખ્ખરે પોતાના અભિનય કારકિર્દીની શરૂઆત 1980 ના દાયકામાં કરી હતી. સમીરે ટીવી સીરીયલ ઉપરાંત ઘણા ફિલ્મોમાં અને વિજ્ઞાપનમાં પણ કામ કર્યું છે.

જણાવી દઈએ કે સમીર ખખ્ખરે નુક્કડ ટીવી સીરીયલ સિવાય મનોરંજન, સર્કસ, અદાલત અને બંદીની સહિત અનેક સીરીયલમાં કામ કર્યું છે. 1989 માં દુરદર્શન પર પ્રસારિત થયેલ સર્કસ સીરીયલ બોલીવુડના બાદશાહ શાહરૂખ ખાનની પહેલી સિરિયલ હતી. શાહરૂખ ખાને પણ આજ સીરીયલથી બોલીવુડમાં પ્રવેશ કર્યો હતો.

મહત્વનું છે કે, ગુજરાતી રંગભૂમિના કલાકાર સમીર ખખ્ખરે અમિતાભ બચ્ચન, ગોવિંદા, અમરીશપુરી, ધર્મેન્દ્ર, અનિલ કપૂર, માધુરી દીક્ષિત, જેકી શ્રોફ, નાના પાટેકર, સલમાન ખાન, કરિશ્મા કપૂર, રવીના ટંડન, અજય દેવગણ જેવા બોલીવુડના મોટા મોટા કલાકારો સાથે કામ કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *