ગુજરાતીઓના લોહીમાં છે ધંધો: ટ્રેનની બારીમાંથી મુસાફરોને ચા એવી રીતે આપી કે…જુઓ વિડીયો

Train Viral Video: આપણા દેશમાં એવા ઘણા લોકો છે, જેમનું મગજ જુગાડ કરવામાં ખૂબ ચાલે છે. કેટલાક લોકો પૈસા બચાવવા માટે જુગાડ કરે છે, તો કેટલાક લોકો એ જ જુગાડથી પૈસા કમાય છે. જો તમે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહો છો તો તમારે એ વાત જાણવાની (Train Viral Video) જરૂર નથી કે લોકો કેવા કેવા જુગાડ કરે છે. દરરોજ કોઈને કોઈ એવો વિડિયો સોશિયલ મીડિયા પર મળી જ જાય છે જેમાં ગજબનો જુગાડ જોવા મળે છે. Instagram હોય, ફેસબુક હોય કે પછી એક્સ હોય દરેક જગ્યાએ વિડીયો વાયરલ થતા હોય છે. આવો એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે જેને જોવો જ જોઈએ.

શું દેખાયું વાયરલ વીડિયોમાં?
હમણાં જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તે લગભગ એક લોકલ ટ્રેનની અંદરથી રેકોર્ડ કરવામાં આવ્યો છે. ટ્રેનની બારી એવી હતી જેને ખોલી શકાતી ન હતી. હવે એવામાં બારીમાંથી કોઈ ચા વેચવા વાળો અંદર કઈ રીતે પહોંચશે? આ જોઈને તો અસંભવ લાગે છે પરંતુ જુગાડ કરનાર આદમી ગમે તે કરી શકે છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે વ્યક્તિ પહેલા ચાના કપને ડૂચો વાળી બારીથી અંદર આપે છે, જેને અંદર બેઠેલો મુસાફર લઇ લે છે અને પછી તેને પાછો સીધો કરી લે છે. જ્યારે ફરીથી કપ તેના મૂળ આકારમાં આવી જાય છે તો ચા વેચવા વાળો વ્યક્તિ કીટલીનું નાળચુ બારીના હોલમાંથી અંદર નાખી તે કપમાં ચા ભરી દે છે. આ વ્યક્તિએ ગજબનું મગજ વાપર્યું છે.

અહીંયા જુઓ વાયરલ વિડિયો

હમણાં તમે જે વાયરલ વિડીયો જોયો તેને instagram પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોને પોસ્ટ કરતા કેપ્શનમાં લખ્યું છે કે હંમેશા એક રસ્તો જરૂર હોય જ છે. આ વીડિયોને અત્યાર સુધીમાં ઘણા લોકોએ જોઈ લીધો છે. વીડિયો જોયા બાદ એક વ્યક્તિએ કમેન્ટ કરતા લખ્યું કે પૈસા સાથે કોઈ સમજૂતી નહીં. બીજા વ્યક્તિએ લખ્યું કે જ્યારે વાત વ્યાપારની આવે તો બધાનું મગજ અલગ કક્ષાએ જ કામ કરે છે. અન્ય એક વ્યક્તિ લખે છે કે આ ગુજરાતી હોવો જોઈએ, આવું મગજ ગુજરાતી જ ચલાવી શકે. ગુજરાતી એટલે ધંધો અને ધંધો એટલે ગુજરાતી.