કોરોનાને ભારે પડ્યો ગુજરાતી પરિવાર- હોસ્પીટલે ગયા વગર આ ઉપાયથી હરાવી દીધો ખતરનાક વાઈરસ

વિશ્વમાં સૌથી વધુ કોરોનાના કેસ અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં આવ્યા છે. અનેક ગુજરાતીઓ પણ ન્યુયોર્કમાં વસે છે. ત્યારે મૂળ વાપીના અને હાલ ન્યુયોર્કમાં રહેતા અનાવિલ પરિવારના 4 સભ્યોને કોરોના પોઝિટિવનો રિપોર્ટ આવ્યો હતો.

આ પરિવારનો પુત્ર મેડિકલ સ્ટોર ચલાવતો હોવાથી પરિવારે રોગપ્રતિકારક શકિત વધારવાની સાથે વિટામીન સી, ઝીંક, એલ્ડરબેરી અને પેરાસિટામોલ દવાનો ઉપયોગ કર્યો હતો. ઘરમાં જ રહીને અનાવિલ પરિવારના સભ્યોએ કોરોનાને 15 દિવસમાં માત આપી હતી.

વાપી જલારામ સોસાયટી સ્નેહ પાર્કના મૂળ રહેવાસી અંકિત મહેન્દ્ર દેસાઇ નો પરિવાર વર્ષોથી ન્યુયોર્કના મેનહેટન શહેરમાં રહે છે. વાપીનો અનાવિલ પરિવાર પણ કોરોના વાઇરસનો ભોગ બની ગયો હતો. પહેલા અંકિત દેસાઇના પિતા મહેન્દ્ર દેસાઇની તબિયત લથડતા તેમનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્રણ દિવસ બાદ ખુદ અંકિત દેસાઇ તથા તેમના બે પુત્રોને પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો. પરિવારના ચાર-ચાર સભ્યોનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. આમ છતાં ઘરમાં રહી રોગપ્રતિકારક શક્તિની દવાનો વધારે ઉપયોગ કરી હોસ્પિટલમાં સારવાર લીધા વગર માત્ર 15 દિવસમાં તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતાં. દિવસભર લીંબુનું શરબત, આયુર્વેદિક દવા, ગરમ પાણી સહિતનું સેવન કરી રોગપ્રતિકારશક્તિ વધારવાના પ્રયાસો કર્યા હતાં.

ઓક્સિજન લેવામાં તકલીફ ન હોવાથી ઘરે જ સારવાર લીધી હતી
અંકિત દેસાઇ પોતે ન્યુયોર્કમાં બે મેડિકલ સ્ટોર ચલાવે છે. પરિવારના સભ્યો 90 ટકાથી વધુ ઓક્સિજન લઇ શકતા હોવાથી વેન્ટીલેટરની જરૂર પડી ન હતી. રોગપ્રતિકારક શકિત જળવાઇ રહે તેવા પ્રયાસો પરિવારના સભ્યો કરતાં હતાં. જેના પરિણામે હોસ્પિટલમાં સારવાર ન લેવી પડી.

રોગપ્રતિકારક શક્તિ વધારીને કોરોનાને હરાવ્યો
અંકિત દેસાઇએ જણાવ્યુ હતુ કે કોરોનાથી ડરો નહી પરંતુ તેની સામે લડો. રોગ પ્રતિકારક શક્તિ વધારીને કોરોનાને હરાવી શકાય છે. દવાઓ અને સેનિટાઇઝરનો ભરપુર ઉપયોગ કરો. રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે કસરત, પ્રાણાયમ, યોગ તથા સારો ખોરાક લેવો જોઇએ. અમે બિલકુલ બહાર નિકળતાં નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *