Sasan Gujarati Film: આજે બધા ફરીયાદ કરે છે કે ગુજરાતી ફિલ્મો પહેલા જેવા જોવા જેવા બનતા નથી તો જોઈ લો સાસણ ફિલ્મ એકવાર તમારા બધા પ્રશ્નોના જવાબ મળી જશે. દરેક ગુજરાતી અને સૌરાષ્ટ્રનો વતની ગવવ લઈ શકે એવુું ફિલ્મ છે સાસણ. સાસણ જેવુ ફિલ્મ (Sasan Gujarati Film) બનાવવાનો પ્રયત્ન વર્ષો પછી કોઈએ કયો છે જો આજે આપણે આવા ફિલ્મોને નહી વધાવીએ તો પછીફરીયાદ નહી કરતાું કે ગુજરાતીમાું સારા ફિલ્મ બનતા નથી. સાસણ જેવા ફિલ્મો તો જ બનશે જો આપણે સસનેમામાું જોવા જાશુું.
આ ફિલ્મ દરેક વગવના લોકો જોઈ શકે એ માટે પ્રોડ્યુસરે પોતાનો કમાણીનો ફહસ્સો જતો કયો છે એટ્લે 200 કે 250ની ટીકીટ અડ્ધા ભાવમાતમે જોઈ શકશો. તો ચાલો આપણે સૌ સાથે મળી આપણી સુંસ્કૃસત આપણી પરુંપરા પર બનેલા સાસણ ફિલ્મને વધાવીએ.
ટૂંકમાં કહેવું હોય તો કહી શકાય કે આ ફિલ્મમાં ગ્લેમર નથી, પણ ગીરનો ગામઠી તડકો છે. જે લોકોને સાવજ ગમે છે, ગામડું ગમે છે, નેસડો ગમે છે, પ્રકૃતિ ગમે છે તે દરેકે આ ફિલ્મ એકવાર અવશ્ય જોવી જોઇએ.
ફિલ્મની સ્ટાર કાસ્ટમાં કયા-કયા એક્ટરનો સમાવેશ?
ફિલ્મની સ્ટાર કાસ્ટની વાત કરીએ તો તેમાં ચેતન ધાનાણી, અંજલિ બારોટ, રાગીની શાહ મુખ્ય ભૂમિકામાં જોવા મળે છે. આ સાથે જ અન્ય કલાકારોની વાત કરીએ તો મેહુલ બુચ, મૌલિક નાયક, ચિરાગ જાની, રતન રંગવાણી, નિલેશ પરમાર, શ્રીદેવેન તારપરા, અંકિતા સુહાગીયા સહિતના કલાકારો છે. ફિલ્મને અશોક ઘોશે ડાયરેક્ટ કરી છે અને કિરીટ પટેલે તેને લખી છે. તો ફિલ્મને સંગીત મેહુલ સુરતીએ આપ્યું છે.
શું છે ‘સાસણ’ ફિલ્મની સ્ટોરી?
ફિલ્મમાં તમને ગીરના જંગલની લીલોતરી અને સુંદર દ્રશ્યો જોવા મળે છે. ગીરના જંગલના શૂટ થયેલી આ ફિલ્મ એક રહસ્યમય સત્ય ઘટના પર આધારિત છે. ફિલ્મમાં તમને માલધારી અને સિંહો કેવી રીતે એકસાથે જંગલમાં રહે છે તે જોવા મળશે. સાથે જ ફિલ્મમાં તમને સુંદર સંગીત પણ જોવા મળે છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો:
- Trishul News Gujarati iPhone App