કાળજાળ ગરમી થી ગાડીને બચવવા ગુજરાતના આ વ્યક્તિએ કર્યું આ કામ. જાણો વધુ

Trishul News

ગુજરાતમાં અમદાવાદ સહિતના શહેરોમાં ભીષણ ગરમી પડી રહી છે. બુધવારે ગરમીનો પારો 45 ડિગ્રી આસપાસ રહેવાના સંકેત છે. હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યુ છે ત્યારે એક અમદાવાદીએ ગરમીથી બચવા માટે એક નવો આઇડિયા શોધી કાઢ્યો છે. અમદાવાદમાં એક કાર માલિકે કારને ઠંડી રાખવા માટે ગાયના છાણથી તેને રંગી નાખી હતી. આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

Trishul News

કારને ઠંડી રાખવા અપનાવ્યો અનોખો આઇડિયા

ફેસબુક યૂઝર રૂપેશ ગૌરંગ દાસે છાણથી રંગેલી કારની તસવીરો પોસ્ટ કરતા લખ્યુ, ‘ગાયના છાણનો આનાથી યોગ્ય ઉપયોગ મે અત્યાર સુધી નથી જોયો, 45 ડિગ્રી સેલ્સિયસ ગરમીને રોકવા માટે સેજલ શાહે પોતાની કારને ગાયના છાણથી રંગી દીધી છે’ રૂપેશ દાસે જણાવ્યુ કે સેજલ શાહ અમદાવાદના છે.

ફેસબુક પર લોકો પુછી રહ્યાં છે સવાલ

વાયરલ તસવીરમાં સ્પષ્ટ દેખાઇ રહ્યું છે કે કાર માલિકે પોતાની ટોયોટા કારને છાણથી રંગી નાખી છે. આ પોસ્ટ પર લોકો સવાલ પૂછી રહ્યાં છે કે છાણની ગંધથી કારની અંદર બેઠેલા લોકો કેવી રીતે બચે છે. એક અન્ય યૂઝરે એમ પણ પૂછ્યુ કે કારને ઠંડી રાખવા માટે છાણનો કેટલો ઉપયોગ કરવામાં આવ્યો.

મહત્વપૂર્ણ છે કે ભારતમાં એવી માન્યતા છે કે ગાયના છાણને દીવાલ પર લગાવવાથી ઠંડીમાં ગરમ અને ગરમીમાં ઠંડી રહે છે. હજારો વર્ષથી જમીનને લેપવા માટે ગાયના છાણનો ઉપયોગ કરવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Trishul News